કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લુણસરના બે વૃદ્ધોની સૂઝબૂઝથી પંચાયતના કરોડો રૂપિયા બચ્યા

લુણસરના બે વૃદ્ધોની સૂઝબૂઝથી પંચાયતના કરોડો રૂપિયા બચ્યા

બંનેનું જિલ્લા પંચાયતે સન્માન કર્યું

સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલો ૫૫ હજારને બદલે ૧ હજારમાં તૈયાર કર્યો

વાંકાનેર:: મોરબી જિલ્લાના ૨૬૨ ગામોમાં સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલાની ખરીદી માટે અગાઉ ૧.૪૪ કરોડનો ખર્ચ અંદાજાયો હતો (એક ખાટલાની કિંમત ૫૫ હજાર લેખે). જો કે, લુણસર ગામના

જસમતભાઈ મગનભાઈ વસીયાણી અને અંબારામભાઈ નાનજીભાઈ વસીયાણીએ કાર્યપાલક ઇજનેર સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું. જેડામાંથી મંજૂરી અપાવી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટેનો આ જ ખાટલો માત્ર ૧,૦૦૦ રૂપિયામાં તૈયાર કરાવી આપ્યો હતો. પરિણામે, ૧.૪૪ કરોડનો ખર્ચ માત્ર ૨.૬૨ લાખમાં જ પૂર્ણ થયો હતો. આ ઉમદા કામગીરી બદલ બંને વૃદ્ધોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!