કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિલા અને રીક્ષા ડ્રાઇવરને પ્રેમ હતો, પણ પછી...

મહિલા અને રીક્ષા ડ્રાઇવરને પ્રેમ હતો, પણ પછી…

રાજાવડલાના રીક્ષા ડ્રાઇવરે પીપળીયારાજની મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી

વાંકાનેર: જુના રાજાવડલાના રીક્ષા ડ્રાઇવીંગ કરતા એક પુરુષને પીપળીયારાજની એક મહિલા સાથે પ્રેમસબંધ થયેલ હોય મહિલા પોતાના પતિના ઘરેથી કોઈને કહ્યા વગર રાજાવડલા આવતી રહેલ બન્ને સાથે રહેતા હતા પણ પછી મહિલાના મોબાઈલ પરથી કોઈ પુરુષે રાજાવડલાના પુરુષને ગાળો બોલેલ રીક્ષા ડ્રાઇવરને ખબર પડેલ કે તેને એક ભાઇ ગોતે છે અને બાદ રાજાવડલા તે મહિલા અને બીજી એક અજાણી સ્ત્રી ઘરે આવેલ અને જાનથી પતાવી દેવાની ધમકી આપેલ. જેથી રીક્ષા ડ્રાઇવરે પોલીસ ફરિયાદ કરેલ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા હિરજીભાઇ આંબાભાઇ સોલંકી (ઉ.વ.૬૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું રીક્ષા વાંકાનેરમાં ચલાવતો હોય ત્યારે મારી રીક્ષામાં પીપળીયારાજ ગામની વિમલાબેન લાલજીભાઇ નગવાડીયા અવાર-નવાર આવતા હોય બાદ અમે બન્નેને પ્રેમસબંધ થયેલ હોય અને તા: ૨૧/૦૯/૨૦૨૪ ના રોજ

આ વિમલાબેન પોતાના પતિ લાલજીભાઇના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ અને મારા ઘરે આવતી રહેલ અને બાદ અમે બન્ને સાથે રહેતા હતા અને ત્યારબાદ તે અવાર-નવાર આવતી હોય અને પાછી જતી રહેતી હતી અને તા,૦૧/૦૯/૨૦૨૫ ના રોજ તેને કહેલ કે ‘તમારા કુટુંબને આપણા સંબંધ મંજુર ન હોય અને કાગળ થયેલ ન હોય જેથી મારે હવે અહીં રેવુ નથી’ મેં તેને કહેલ ‘ઠીક છે- તારે જવુ હોય તો જા’

એમ કહેતા તે જતી રહેલ બાદ તા, ૧૫-૧૬/૧૦/૨૦૨૫ ના મેં વિમલાબેનને તેના મોબાઈલ પર ફોન કરતા એક અજાણ્યા પુરૂષે ફોન ઉપાડેલ અને વિના કારણે જેમ ફાવે તેમ ગાળો બોલેલ અને ત્યાર બાદ મને ચોક્કસ તારીખ યાદ નથી અને મારો મિત્ર હનિફભાઈ વાંકાનેર દાણાપીઠમાં મળેલ ત્યારે જણાવેલ કે ‘તને એક ભાઇ ગોતે છે અને તેની પાસે છરી છે એટલે તું ધ્યાન રાખજે અને તને

માર મારવાની ધમકી આપતો હતો’ તેનું નામ ખબર ન હતી અને વાહન શું લાવેલ તે બાબતે પુછતા રીક્ષા લઇ આવેલ હોવાનું જણાવેલ અને બાદ તા.૩૧/૧૦/૨૦૨૫ ના બપોરના બારેક વાગ્યે મારા ઘરે રાજાવડલા ગામે મારી બહેન મંજુલાબેન હાજર હોય ત્યારે આ વિમલાબેન અને એક અજાણી સ્ત્રી ઘરે આવેલ અને કહેલ કે ‘આ હિરજીભાઇ ક્યા છે? તેને અમે ગોતીયે છીએ, તે ભેગો થાય એટલે જાનથી પતાવી દેવો છે’ તેમ ધમકી આપેલ. જેથી આ વિમલાબેન તથા અજાણ્યા માણસ વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!