વાંકાનેર: તાલુકાના ઓળ ગામના ત્રણ યુવાનો સામે કેફી પ્રવાહી પીવા અંગેનો કેસ થયો છે, જેમાંથી બે જણા તો બાઇક ચલાવતા હોઈ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઓળ ગામના નવા પ્લોટમાં રહેતા લાભુભાઈ ભીખાભાઈ વિંજવાડીયા (ઉ.45) ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી નંબર GJ-36-k-3698 કી.રૂ.૧૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસે ડ્રાઈવિંગ લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા અને બીજો એક શખ્સ
નામે પ્રવીણ ટીડાભાઇ કેરવાડીયા (ઉ.45) રહેવાસી ઓળ હળદર ધારે મેલડીમાંના મંદિર પાસે વાળાને હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી નંબર GJ-36-Q-3626 કી.રૂ.૧૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ઢુવા માટેલ રોડ ભવાની કાંટા પાસે ડ્રાઈવિંગ લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧ (૧)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે, પ્રવીણ ટીડાભાઇ કેરવાડીયાના બાઈક પાછળ કેફી પીણું પી બેઠેલા ઓળ જુના ગામમાં રામાપીરના મંદિર પાસે રહેતા વાઘા વેરસીભાઇ કગથરા (ઉ.35) વાળા સામે પણ પોલીસ ફરિયાદ થઇ છે….