પેલેસ્ટાઇનના લોકોની આઝાદીની લડાઈ છે- સ્વતંત્રતા સંગ્રામ છે!
નેહરુજી, ઇન્દિરાજી, અટલજી સહિતના ભારતના વડાપ્રયાનોએ સ્વીકાર્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે
પેલેસ્ટાઇન દેશ 1946 થી 2005 સુધીમાં આવી રીતે ઘટતો ગયો છે. જે નકશામાં દર્શાવવામાં આવ્યું છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ પશ્ચિમી દેશોના કાવતરારૂપે અરબ દેશોની વચ્ચે ઇઝરાયેલ દેશનું બીજ રોપવામાં આવ્યું છે.
ઇઝરાયેલ દ્વારા ધીરે ધીરે પશ્ચિમી દેશોની મદદથી અરબોની જમીન પર કબ્જો વધારતો જવામાં આવી રહ્યો છે. જેનો ભોગ પેલેસ્ટાઇન દેશ બની રહ્યો છે.
પેલેસ્ટાઇન દેશની મોટાભાગની જમીન પર ઇઝરાયેલ દ્વારા કબ્જો કરવામાં આવ્યો છે. પેલેસ્ટાઇનવાસીઓ વર્ષોથી ઇઝરાયેલના ઝુલ્મોનો ભોગ બની રહ્યા છે. તેમણે પોતાના ઘર છોડ્યા છે. પોતાની ખેતી છોડી છે, પોતાની જમીન છોડી છે અને દુનિયાના મોટામાં મોટી જેલરૂપી ગાઝા-પટ્ટીમાં ઇઝરાયેલના ઝુલ્મો હેઠળ રહે છે. ખુબજ મોટી સંખ્યામાં પેલેસ્ટાઇનવાસીઓ ઇઝરાયેલના હાથે નરસંહાર (Genocide) નો ભોગ બન્યા છે, જેમાં વધુ ભાગે બાળકો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે.
પેલેસ્ટાઇન વર્ષોથી ઇઝરાયેલ વિરુદ્ધ આઝાદીનો જંગ લડે છે. પેલેસ્ટાઇનને ભારતનો વર્ષોથી ટેકો રહ્યો છે.
નેહરુજી, ઇન્દિરાજી, અટલજી સહિતના ભારતના વડાપ્રયાનોએ સ્વીકાર્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે. આ જમીન પેલેસ્ટાઇનને પાછી મળવી જોઇએ
ભારત પણ આવીજ રીતે અંગ્રેજોના આપણી જમીન પરના ગેરકાયદે કબ્જા વિરુદ્ધ લડયુ હતું. જેમાં ભગત સિંહ જેવા નવયુવાનો રાહીદ પણ થયા હતા.
જેને આપણે આઝાદીનો જંગ કહીયે છીયે – સ્વતંત્રતા સંગ્રામ કહીયે છીય
આ પણ પેલેસ્ટાઇનના લોકોની આઝાદીની લડાઈ છે . સ્વતંત્રતા સંગ્રામ છે!
દરેક બાબતને ધર્મના ચશ્માથી ન જુઓ!
ફેસબૂકમાંથી સાભાર