કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શંકાસ્પદ હાલતમાં વાંકાનેરના ભરવાડ પરિણિતાનું મોત

શંકાસ્પદ હાલતમાં વાંકાનેરના ભરવાડ પરિણિતાનું મોત

પિયર કોઠારીયા (જડેશ્વર) ગામ છે

ફોરેસ્ટિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

વાંકાનેર: ભરવાડપરામાં રહેતી એક મહિલાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા માવતર પક્ષને શંકા છે કે, પરણિત મહિલાને કંઈક ઝેર પીવડાવ્યું કે પીધાની શક્યતા છે..

જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં શંકાસ્પદ હાલતમાં પરિણિતા રૂપલ સરીયાનું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવશે. માવતર પક્ષે આક્ષેપ કર્યો છે કે, પહેલા સાસરીયા પક્ષે કહ્યું, રૂપલને ઝાડા થયાં છે, પછી કહ્યું બ્લડ પ્રેસર વધી ગયું એટલે બેભાન થઈ ગઈ હતી. અમને શંકા છે કે, રૂપલને સાસરિયાનો ત્રાસ હતો એટલે કંઈક ઝેરી પીવડાવ્યું કે, પીધાની શંકા છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
વધુમાં મળતી માહિતી મુજબ, રૂપલબેન અવધભાઈ સરીયા (ઉંમર વર્ષ 28) ગઈકાલે સાંજે 4:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે બેભાન થતા વાંકાનેરની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં લઇ જતા તેનું મોત નીપજ્યું હતું. સાસરિયા પક્ષના લોકોની પુછપરછમાં પોલીસને જણાવેલ કે, પહેલા રૂપલ ઘરે તબિયત બગડતા અર્ધ બેભાન થઈ. તેને વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં પહોંચતા સુધીમાં તે બેભાન થઈ ગઈ હતી. તેને રાજકોટ સિવિલમાં ખસેડાઈ હતી.
રૂપલના ભાઈ મુન્નાભાઈ રાણાભાઈ સાટકાએ જણાવ્યું કે, રૂપલબેનનું પિયર વાંકાનેર તાલુકાનું કોઠારીયા જડેશ્વર ગામ છે રૂપલબેન પાંચ બહેન અને એક ભાઈમાં પાંચમાં નંબરના હતા. ગઈકાલે સાસરીયા પક્ષના લોકોએ રૂપલબેનને ઝાડા થયા છે અને તેમની તબિયત ખરાબ છે તેમ કહ્યું હતું. પછી કહ્યું હતું કે તેમનું બીપી વધી ગયું એટલે બેભાન થઈ ગયા છે. આમ સાસરીયા પક્ષ દ્વારા અલગ અલગ વાતો કરાઈ હતી. મુન્નાભાઈ વધુમાં જણાવ્યું કે સાસરીયા પક્ષ દ્વારા રૂપલબેનને ત્રાસ અપાતો હતો.

જેથી રુપલબેનને કોઈએ કંઈક પીવડાવી દીધું હોય અથવા તો રૂપલબેને કંટાળીને પોતાની જાતે કંઈક પી લીધું હોય તેવી શંકા છે. પિયર પક્ષ તરફથી શંકા કરાતા પોલીસે રૂપલબેનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવાનું નિર્ણય લીધો હતો. ફોરેસ્ટિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે, રૂપલબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં એક દીકરો છે. પરિણિતાના મોતથી કુટુંબમાં શોક છવાયો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!