જવાબદારો સામે પગલાં લેવાશે?
વાંકાનેર ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે જ બની છે
વાંકાનેર: તાલુકાની તાલુકા શાળા નં -૧ ની પેટા શાળા શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે કરોડોના ખર્ચે નવી શાળા બની અને પહેલા વરસાદમાં જ એક રૂમમાં દીવાલમાંથી પાણી આવવા લાગ્યું છે, આમાં વાંકાનેર તાલુકાના TRP, કોન્ટ્રાકટર અને બાંધકામ કરનાર એજન્સીની મિલી ભગત હોય એવું લાગે છે,


જો એસ્ટીમેન્ટ મુજબ માલ-મટીરીયલ્સ વપરાય તો પહેલા વર્ષે જ પાણી ન આવે, એ સ્વાભાવિક છે, નબળા બાંધકામની આ સાબિતી છે.
કાલ સવારે કાંઈ અજુગતું બને એટલે અધિકારી આચાર્ય ઉપર દોષનો ટોપલો ઢોળે છે, જ્યારે હકીકતમાં તો માલ TRP અને કોન્ટ્રાકટરે બનાવી લીધો હોય, એવું લાગે છે. સરકાર હવે જાગે અને ઉચ્ચ કક્ષાએથી આવા નબળા બાંધકામોની તપાસ કરી યોગ્ય કરવામાં આવે તેવી લોક અપેક્ષા છે…




