રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા.
– રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા હતા.
– બનેસિંહજી જસવંતસિંહના લગ્ન ગવરીદડના પાંચમા ઠાકોર મેરૂજી મોડજીના કુંવરી બાજીરાજબા સાથે થયા હતા. બનેસિંહજીનો સ્વર્ગવાસ ૧૨-૬-૧૮૮૧ના રોજ થયો હતો.
– રાજ સાહેબ અમરસિંહજી બનેસિંહજીના પ્રથમ લગ્ન રાજપીપળાના મહારાણા છત્રસિંહજી ગંભીરસિંહજીના રાજકુંવરી (નામ જાણવા મળેલ નથી) થયા હતા.
– મહારાજકુમારી તખતકુંવરબાના લગ્ન ૧૯૧૬માં મયુરભંજના મહારાજા પૂર્ણચંદ્ર ભંજ સાથે થયા હતા.
– મહારાજકુમારી મનહરકુંવરબાના લગ્ન લુણાવાડાના મહારાજા વીરભદ્રસિંહજી રણજીતસિંહજી સાથે થયા હતા.
– રાજકુમારી વિલાસકુંવરબાના લગ્ન માણસાના સજનસિંહજી તખતસિંહજી સાથે થયા હતા.
– રાજ સાહેબ ચંદ્રભાનુસિંહજી મયુરભંજના કુમુદ માંજલી સાથે થયા હતા. તેમને ચાર સંતાન હતા.
– કુમારશ્રી જીતેન્દ્રસિંહના લગ્ન કેમિલા થયા હતા.
– રાજકુમારી ભાગ્યવંતીદેવીનો જન્મ તાઃ ૧-૨-૧૯૪૫ના વાંકાનેરમાં થયો હતો. તેમના લગ્ન ઝાબુવા (મધ્ય પ્રદેશ)ના મહારાજા દેવેન્દ્રપાલસિંહ સાથે ૨૪-૧૧-૧૯૬૮ના થયા હતા.
મહારાજકુમાર રસીકકુમારસિંહજી ઝાલાના લગ્ન બનેરાના પ્રતાપસિંગના રાજકુંવરી બાઇજીલાલ ચંદ્રવલીકુમારી સાથે થયા હતા.
– કુમારશ્રી જનકકુમારસિંહજી રસીકકુમારસિંહજી ઝાલાના લગ્ન ભૂતપૂર્વ વિદેશ પ્રધાન દિનેશસીંગની પુત્રી રાકા કુમારી સાથે થયા હતા.
મહારાણા રાજસાહેબ અમરસિંહજી બનેસિંહજીના પ્રથમ લગ્ન ૧૮૯૬માં શાહપુરાના રાજા રાજધિરાજ નહરસિંહજીના કુંવરી ગુલાબકુંવરબા સાથે થયા હતા. બીજા લગ્ન રાજકોટના ઠાકોર બાવાજીરાજ મહેરામણસિંહજીના કુંવરી દેવકુંવરબા સાથે થયા હતા. ત્રીજા લગ્ન માંડવાના મહારાણી પદમાકુંવરરાજબા અને ચોથા લગ્ન વાળાના ઠાકોર સાહેબ વખતસિંહજી મેઘરાજજીના કુંવરી ફૂલકુંવરબા સાથે થયા હતા.
– રાજ સાહેબ પ્રતાપસિંહજી અમરસિંહજીના લગ્ન ૫-૨-૧૯૨૯ના ડુંગરપુરના મહારાવલ બિજયસીંગજીના મહારાણી રમાકુંવરબા સાથે થયા હતા. રાજ પ્રતાપસિંહના પ્રથમ પત્ની મહારાણી દેવેન્દ્રકુમારીને બે કુંવર અને ત્રણ કુંવરીઓ અવતર્યા હતા.
– રાજકુંવરી પદિમની કુમારીના લગ્ન કચ્છના મહારાજા હિમ્મતસિંહજી વિજયરાજજી સાથે થયા હતા.
રાજ કુંવરી નિલનીકુમારીના લગ્ન ભાવનગરના રાજકુમાર શિવભદ્રસિંહજી ક્રિષ્નાકુમારસિંહજી સાથે થયા હતા. રાજકુંવરી મોહિનીકુમારીના લગ્ન બીજાવરના મહારાજા ગોવિંદસીંગ સાથે થયા હતા.
મહારાજ કુમાર ડો. રણજીતસિંહના લગ્ન સાઇલાના શ્રી લક્ષ્મણસિંહજી દિલીપસિંહજી રાઠોડના પુત્રી સાથે તાઃ ૨૮-૨-૧૯૪૫માં જન્મેલા રાજકુમારી કલ્પનાકુમારી સાથે થયા હતા.
– રાજકુમારી મિનલકુમારીના લગ્ન ઢેંકનાલના યુવરાજ અમર જયોતિસિંહ સાથે તાઃ ૮-૧૨-૧૯૯૦ના થયા હતા.
– રાજકુમારી રાધિકાકુમારીના લગ્ન વડોદરાના યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડ સાથે થયા હતા.
– રાજકુમાર કેશરીસિંહજી દિગ્વીજયસિંહ (જન્મ તાઃ ૫-૧૧-૧૯૮૨) ના લગ્ન સિરોહીના રાજકુમારી યોગિનીકુમારી –
સાથે તાઃ ૧૭-૨-૨૦૧૨ ના થયા છે.
સંકલિત