બાવીશ વર્ષીય પરિણીતાએ ભરેલ પગલું
વાંકાનેર :તાલુકાના માટેલ ગામની સીમમાં સીરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી પરિણીતાએ નાસ્તો કરવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ રિસાઈ જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસેન્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની રિટાસિંગ ઘનશ્યામસિંગ આદિવાસી (ઉ.22) નામની પરિણીતાને ગત તા.9 ના રોજ સવારે પતિ સાથે નાસ્તો કરવા બાબતે ઝઘડો થતા રૂમમાં 

પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક રિટાસિંગના લગ્ન ચાર વર્ષ પૂર્વે જ થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
