વહીવટી તંત્ર સત્વરે જાગે
વાંકાનેર: અહીંના શાબાવાની દરગાહ પાસે આવેલ પતાળિયા પરના પુલમાં એક જગ્યાએ લોખંડના સળિયા દેખાવા મંડયા છે, અને પુલનો તે ગાળો ધીમે ધીમે નીચે બેસવાની શરૂઆત તો એક વર્ષથી થઇ ગઈ છે, હાલમાં જે સળિયા દેખાય છે તેને રીપેરીંગ કરવાની જરૂર છે,


જે ગાળો નીચે બેસે છે, તે પિલરના પાયાની મજબૂતાઈ તપાસવાની જરૂર છે, માત્ર સળિયા ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર કરવું એ સમસ્યાનું સમાધાન નથી, ગાળો કેમ બેસે છે, એ તપાસવાની અને તેનું યોગ્ય નિરાકરણ કરવાની પણ જરૂર છે, વહીવટી તંત્ર સત્વરે જાગે અને કોઈ મોટી દુર્ઘટના બને અને પુલ ધસી પડે તે પહેલા પુલની મજબૂતાઈ તપાસી યોગ્ય કરવાની જરૂર છે… 

