કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસીયા ચોરીના બે આરોપી પકડાયા

વઘાસીયા ચોરીના બે આરોપી પકડાયા

સોના/ ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને 1.71 લાખ રૂપિયાના માલની ચોરી થઇ હતી

વાંકાનેર: અહીં બાઉન્ડ્રી પાસે એલસીબીની ટીમ વાહન ચેકિંગ કરીને હતી દરમિયાન હકીકત મળી હતી કે વાંકાનેરના વઘાસીયામાં ઘર કોડ ચોરીની ઘટનાઓ બની હતી તે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ નંબર પ્લેટ વગરનું બાઈક લઈને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થવાના છે જેથી પોલીસે વોચ રાખી હતી દરમિયાન બે શખ્સ નંબર પ્લેટ વગરનું બાઈક લઈને નીકળતા તેને રોકીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ શખ્સોએ વાંકાનેરના વઘાસીયામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે તેઓની પાસેથી સોના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે રહેતા ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયાના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ તેના ઘરની અંદરથી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને 1.71 લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધ થઈ હતી
આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન એલસીબીની ટીમના ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, શેખાભાઈ મોરી અને પ્રદિપસિંહ ઝાલા વાકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે આ ચોરીના ગુનાને અંજામ આપનારા આરોપીઓ ડબલ સવારીમાં નંબર પ્લેટ વગરના બાઇકમાં નીકળવાના છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેથી કરીને વોચમાં હતી તેવામાં ત્યાંથી બે શખ્સો બાઇક લઈને નીકળ્યા હોય તેને રોકીને પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલ સોના અને ચાંદીના દાગીના તેમજ સિક્કાઓ તથા રોકડ મળી આવી હતી જેથી ચોરાઉ મુદ્દામાલ સાથે આરોપી જયસિંઘ ઉર્ફે રાણા શેરસિંઘ બાવરી (22) રહે. દંતેશ્વર ચિંતનનગર વડોદરા તથા અર્જુનસિંઘ હીરાસિંઘ પટવા (19) રહે. બાવળા કુમાર શાળા પાછળ પઢારવાસ જીલ્લો અમદાવાદ વાળાની ધરપડ કરી હતી અને તેની પાસેથી સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!