ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધેલ
વાંકાનેર: અહીં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો એક યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના આ યુવાનનું મોત નીપજયું હતું. બનાવ મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે બનેલ હતો

જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે બાઇક લઈને જઇ રહ્યો હતો ત્યારે વાંકાનેરમાં આવેલ સરકારી આવાસ યોજનામાં અગાઉ રહેતા વિકાસભાઈ મુનેશભાઈ દીક્ષિત (ઉંમર 26) નામના યુવાનને ત્યાં ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. હાલ આ યુવાન ક્યાં રહે છે, એની માહિતી મળેલ નથી…. 

ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા આગળની વધુ તપાસ જી.પી.મારૂણીયા ચલાવી રહ્યા છે….
