વાંકાનેર: તાલુકાના વીરપર ગામે જમીનના ખુલ્લા પ્લોટ બાબતે બીજા કુટુંબના ચાર શખ્સોને માર માર્યાની ફરિયાદ થઇ છે.
ફરિયાદમાં વીર૫રના દેવશીભાઈ શામજીભાઈ કુકવાવા (ઉ.વ.૫૫) લખાવ્યું છે કે વીરપર ગામે એમના રહેણાંક મકાન પાછળ ખુલ્લો પ્લોટ આવેલ છે અને એમના પાડોશી બેચરભાઈ અજુભાઈ દેકાવાડીયા ઘણા સમયથી આ પ્લોટ બાબતે બોલાચાલી કરે છે હાલે

તેઓએ આ પ્લોટમાં બાંધકામ શરૂ કરેલ જેથી ફરિયાદી દેવશીભાઈએ બાંધકામ કરવાની ના પાડતા બેચરભાઈ તથા ઘનશ્યામભાઈ અજુભાઈ દેકાવાડીયાએ બે દિવસ પહેલા બોલાચાલી કરેલ. તા.૦૬/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના

ફરિયાદી, તેમના પત્નિ મંજુબેન, દીકરો કાનજી, તેના પત્નિ કંચન તથા ભત્રીજા વહુ નિતાબેન મહાદેવભાઈ ઘરે હતા, ત્યારે જાણ થયેલ કે રવીને ગામની ડેરી પાસે બેચરભાઈ તથા ઘનશ્યામભાઈએ માર મારેલ છે, આથી ત્યાં જતા ડેરીએ પહોંચતા પહેલા રસ્તામાં આ બેચરભાઈ તથા ઘનશ્યામભાઈ તથા વીરપરના જ મહીપત ચતુરભાઈ દેકાવાડીયા તથા તેનો ભાઈ રણજીત ચતુરભાઇ દેકાવાડીયા રસ્તામાં રોકી લાકડાના ધોકા વતી દેવશીભાઈને માથામાં, ડાબા હાથ, ખભામાં તથા
જમણા કાન પાસે મારતા ઈજા થયેલ, સાથેના કાનજી, મંજુબેન, કંચનબેન તથા નિતાબેન દેવશીભાઈને છોડાવવા જતા આ ચારેય જણાએ તેમને પણ આડેધડ ઢીકા પાટુનો માર મારેલ, ડેરી પાસે દીકરા રવીને પણ આ લોકોએ માર મારેલ હોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે સારવાર માટે લઈ ગયેલ અને રવીને માથામાં ત્રણ ટાંકા આવેલ ફરિયાદીને સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરેલ, પોલીસે ધોરણસરની ફરીયાદ લઇ આગળની કાર્યવાહી શરુ કરેલ છે
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) રાતીદેવરીના મનજી પ્રેમજી વરાણીયા (2) રાતવીરડાના અરવિંદ પોપટભાઈ અબાસણીયા (3) મૂળ તરકીયાના હાલ ઢુવા અજય રમેશભાઈ ઝરવરીયા અને (4) ગુંદાખડાના વિનુ કાળાભાઇ સરવૈયાને વીરપરના પ્રવીણભાઈ કોળી તથા રફાળેશ્વરના અરવિંદ મેઘાભાઈ પરમાર સાથે પકડેલ છે.
પીધેલ:
જીનપરા શેરી નં 12 ના મહેશ બાબુભાઇ જખવાડિયા પીધેલ પકડાયા હતા
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો


