કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નિરાધાર વૃદ્ધ સહાય હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

નિરાધાર વૃદ્ધ સહાય હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

છેલ્લી તા.30 મે સુધી

ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ માટે પણ ફરજીયાત

વાંકાનેર: સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.

આ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન Beneficiary Satyapan Application દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી કરવાની હોવાથી લાભાર્થીઓ પોતાના મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જાતે જ ઘરે બેઠા ઓનલાઈન સત્યાપન કરી શકશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયતના TCM અથવા VCE પાસે જઈને પણ ખરાઈ કરાવી શકશે.

જે લાભાર્થીઓ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ખરાઈ કરાવવા ઈચ્છતા હોય તેમણે કચેરીની સહાય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આધારકાર્ડ અને ઓટીપી (OTP) માટે પોતાનો મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે તેમ જણાવાયું છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!