કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને 'ઈંગ્લીશ' મળી આવ્યો

ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

મોલડી (તા. ચોટીલા) ના શખ્સે મોકલેલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામેથી રહેણાંકના ઘરમાંથી પોલીસ ખાતાએ રૂ. ૫૧૫૦/-નો ઈંગ્લીશ દારૂ પકડી બે જણા સામે કાર્યવાહી કરી છે….

જાણવા મળ્યા મુજબચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે શેરી નં 2 માં રહેતા અમીત ઉર્ફે હમીદ હનીફભાઇ બ્લોચના પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં ઈંગ્લીશ દારૂ (૧) GREEN LABEL BLENDED WHISKY કંપની શીલ પેક 180 એમ.એલ. ના ચપલા નંગ-૩૪ કિ.રૂ. ૪૨૫૦- તથા (૨) MIDNIGHT JAMUN VODKA કંપની શીલ પેક 180 એમ.એલ ના ચપલા નંગ-૧૦ કી.રૂ.૯૦૦/-મળી કુલ કિ.રૂ. ૫૧૫૦/-નો મુદામાલ રાખતા પોલીસ ખાતાએ પકડેલ છે, તથા અનુભાઈ ખાચર રહે. મોલડી તા. ચોટીલાવાળાએ સદરહુ ઇંગલીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી મજકુર બંને આરોપીઓએ ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો પ્રોહિ એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬-બી, ૮૧ મુજબ નોંધેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!