અઢારમા પ્રમુખ કોણ બનશે?
વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોંગ્રેસના અને હાલ સૂત્રો મુજબ ભૂગર્ભમાં રહેલા સભ્યોને હજી 8 દિવસ ભૂગર્ભમાં જ રહેવું પડશે, કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી 25 મે સોમવારના રોજ બપોરે 12 વાગ્યે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાશે…



ઉમેદવાર પત્ર ભરવાની તારીખ : 24/05/2026, રવિવારે
(સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી)
ઉમેદવાર પત્ર ચકાસણી : તા. 24/05/2026, રવિવાર બપોરે 2 વાગ્યે
ચૂંટણી : 25 મેના રોજ બપોરે 12 વાગ્યે
જો કે કોંગ્રેસ તરફથી પ્રમુખ કોણ બનશે, એ નક્કી જ છે, પણ નામની જાહેરાત ઉમેદવારી પત્ર ભરતી વખતે જ જાહેર કરશે, એમ માનવામાં આવે છે….અત્યાર સુધીમાં વહીવટદારો સહિત 17 પ્રમુખો રહી ચુક્યા છે અને આ અઢારમા પ્રમુખ હશે…
