પ્રમુખ/ ઉપપ્રમુખ કોણ બનશે?
વાંકાનેર: તાજેતરમાં જિલ્લા/ તાલુકાના અને નગર પાલિકાના સભ્યોની ચૂંટણી સંપન્ન થઇ, વાંકાનેર તાલુકામાં તા. પંચા.માં કુલ 24 સભ્યો પૈકી 15 કોંગ્રેસ, 8 ભાજપ અને 1 અપક્ષ ચૂંટાયા છે, ગત ચૂંટણીમાં ભાજપની બહુમતી હતી, ભાજપના 13 (પંચાસર, માટેલ, ચિત્રાખડા, ઢુવા, ગાંગીયાવદર, હસનપર, જેતપરડા, કણકોટ, ખખાણા, પંચાસીયા, પીપળીયા રાજ, રાતડીયા, સરધારકા) અને કોંગ્રેસના 11 સભ્યો (રાજાવડલા, અરણીટીંબા, ચંદ્રપુર, ગારિયા, કોઠી, લુણસર, મહીકા, મેસરીયા, રાતીદેવળી, સિંધાવદર, તીથવા) ચૂંટાયા હતા,
જિલ્લા પંચાયતમાં ગત વખતે 6 સીટ હતી, વાંકાનેર તાલુકામાં નવા સીમાંકન પછી 7 સીટ થઇ છે, મોરબી જિલ્લામાં કોંગ્રેસના કુલ ચૂંટાયેલા 7 માંથી 5 સભ્યો વાંકાનેર તાલુકામાંથી જ ચૂંટાયા, આમ છતાં લડેલા બે અપક્ષો (યુસુફ મીરાંજી અને ભરત કાંકરેચા) એ પોતાની મત લેવાની ક્ષમતા પુરવાર કરી છે.


પ્રમુખની ચૂંટણીમાં તાલુકા પંચાયતની વાત કરીએ તો બહુમતી માટે 13 સભ્યો જોઈએ (12 સભ્યોએ ચિઠ્ઠી નાખવી પડે) ભાજપને 5 સભ્યોનો તૂટો છે, આટલા સભ્યોનું સમર્થન મેળવવું સંભવ લાગતું નથી, પ્રમુખની સીટ બક્ષી પંચ અનામત છે, જો કે ભાજપ ચૂંટણી બિનહરીફ તો નહીં થવા દે, ફોર્મ તો ભરશે, કોંગ્રેસમાં કોઈ વિખવાદ હોવાનો અણસાર મળતો નથી ,જેનું મેન્ડેટ આવશે, એને કોંગ્રેસી સભ્યો માન્ય રાખશે, એવું મનાય છે. સ્થાનિક કક્ષાએ જેની ભલામણ હશે એનુ જ મેન્ડેટ આવશે
નગરપાલિકાની વાત કરીએ તો કુલ 28 સીટમાંથી ગઈ વખતે 21 ભાજપ સીટ પર વિજેતા હતું અને બાકીના કોંગ્રેસના 5 તથા આપના 2 સભ્યો હતા, આ વખતે 21 ભાજપ, કોંગ્રેસના 4 તથા બસપાના 3 સભ્યો ચૂંટાયા છે આમ ભાજપની સીટ ઘટી નથી પણ કોંગ્રેસની 1 સીટ ઘટી છે. નગરપાલિકામાં બહુમતીનો આંકડો 15 નો છે, (જો 14 મત મળે તો ચિઠ્ઠી નાખવી પડે) ભાજપના 21 મત ચૂંટાયા છે, જરૂર કરતા 7 મત વધુ છે, પ્રમુખની સીટ અનુ. જાતિ માટે અનામત છે, પક્ષની અંદર સખળ ડખળ ભલે દેખાય- પણ કંઈ થાય એવું લાગતું નથી, મેન્ડેટ સભ્યોના મંતવ્યોથી વિરુદ્ધ અગાઉ એક વાર અપાયું હતું, તો ભાજપમાં ચૂંટાયેલા સભ્યોએ અપક્ષ બની પોતાનું ધાર્યું કર્યું હતું, આવું ફરી ન બને તે માટે ભાજપનું મોવડી મંડળ આનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખશે, ઘી ના ઠામમાં ઘી પડી જશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ ભાજપ મોવડી મંડળે નવા જીલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખોની નિયુક્તિમાં પક્ષે રાજયભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી તથા નિરીક્ષકો દ્વારા પેનલ સહિતના રિપોર્ટ પક્ષની પાર્લીયામેન્ટ્રી બોર્ડને સુપ્રત કરી દેવાયા હતા, એક તબકકે પાર્લીયામેન્ટ્રી બોર્ડની પ્રથમ બેઠક મળી પણ હતી. પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી તેની પુર્વ તૈયારી માટે ગત સપ્તાહે મળનારી વધુ બેઠક મુલત્વી રાખવામાં આવી હતી. હવે શ્રી નરેન્દ્ર મોદીના સોમનાથ અને વડોદરાના કાર્યક્રમ પુરા થયા બાદ આજથી ત્રણ દિવસ માટે પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક સતત મળશે.
સંભવ છે કે બે-ચાર દિવસમાં પ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થાય, ઉમેદવારી નોંધવા 3 થી 7 દિવસનો ગાળો હોય છે અને 1 દિવસ અગાઉ ઉમેદવારીની દાવેદારી કરવામાં આવતી હોય છે.
લોકોમાં પ્રમુખ કોણ બને છે, એ જાણવાની ઉત્કંઠા છે, અને પ્રમુખના સંભવિત નામો પણ ગાજે છે, ઉપપ્રમુખ માટે સસ્પેન્સ છે, એક વાત નોંધે છે કે નગર પાલિકામાં વોર્ડ 4 બિન હરીફ અને કોંગ્રેસના 5 માંથી 4 સભ્યો ચૂંટાયા જયારે તાલુકા/ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું સભ્ય સંખ્યા બળ વધ્યું છે….

