કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે વાંકાનેર માર્કેટિંગ સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓને જાણ કરવામા આવે છે કે તા. ૧૨-૨-૨૦૨૪ ને સોમવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વીતીની જન્મ જયંતિ નિમિતે ૨૦૦માં…

સહકારી/ દૂધ સહકારી મંડળીઓએ જાણવા જેવું

સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે ગાંધીનગર: ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી…

1,42,320 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો

કોઠીમાં ફળિયામાંથી મોટર સાયકલ ચોરાયુ વાંકાનેર: આરોગ્યનગર શેરી નં-૫ મા રહેતા અજયસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનની પાછળ જઈ પોલીસ સ્ટાફે દરવાજો ખખડાવતા કિશનભાઈ અશોકભાઈ ખીરૈયા જાતે-લુવાણા ઉવ.૩૦ ધંધો- પ્રા.નોકરી રહે. વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૪ બહાર આવેલ. બેઠક રૂમમા પ્રવેશ કરતા…

ખીજડીયા મુકામે આવતી કાલે દસ્તારબંધીનો પ્રોગ્રામ

વાંકાનેર: આવતી કાલે (આગામી તારીખ 10 મી ફેબ્રુઆરીના રોજ) વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ દારૂલ ઉલૂમ હક્કનિયા એહલે સુન્નતમાં દસ્તારબંધીનો શાનદાર જલસો રાખવામાં આવેલ છે. જેમાં આ સંસ્થાના માર્ગદર્શક ડૉ. ગુલામમોઇનુદિન સાહેબ અને લુણીશરીફથી શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ…

‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત આજે મીટિંગ

વાંકાનેર : આજ શુક્રવારે સવારે 10:00 કલાકે ભાજપ કાર્યાલય, પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ, 8-એ નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે ‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પ્રભારી રવિભાઈ સનાવડા પધરાવવાના હોય…

સુન્ની મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન

વાંકાનેર શહેરમાં સુન્ની મુસ્લિમના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહ લગ્ન આગામી તા. ૨૮-૦૪-૨૦૨૪ ને રવિવારના રોજ યોજાશે જે સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક દંપતીઓએ તા. ૧૫-૦૨-૨૪ થી તા. ૦૫-૦૩-૨૪ સુધીમાં ફોર્મ ભરી જવા જણાવ્યું છે સમૂહ લગ્નમાં જોડાવવા…

ઠીકરીયાળાના સરપંચના સાળાએ કર્યો આપઘાત

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના સરપંચ (મો: 70161 15600) ના સગા સાળાએ લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા આપઘાત કરી લીધો છે. રાજકોટમાં યુવકે સાસુ અને સાત દિવસથી રિસામણે ગયેલી પત્નીથી કંટાળી કર્યો આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંઘી તપાસ…

વર્લીના આંકડા લખતા અને ઈંગ્લીશ પકડાયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: પોલીસે ખોજાખાના શેરીમાંથી એક શખ્સને વરલી મટકાના આંકડા લખતા અને માટેલમાંથી એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ મળી આવતા પકડેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર ખોજાખાના શેરીમાં રહેતા અસરફભાઈ કરીમભાઈ રફાઈ જાતે-ફકીર (ઉ.વ.૨૩) વાળાને વર્લી ફીચરના…

“તમારા બધાયના ભીસડા ખેરવી નાખીશ”

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામે ગામતળની સ્થળ તપાસ કરવા જતા બધાયના ભીસડા ખેરવી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે. આ બનાવની વિગત મુજબ ધમલપરના ગ્રામ પંચાયતના સભ્ય રવીભાઈ મંગાભાઈ જીજરીયા (ઉ.વ.૩૦) એ ફરીયાદ કરી છે કે પોતે ઢુવા પાર્થ પેકેજીંગ કારખાનામાં…

ઢોર ચરાવવા બાબતે ડખ્ખો: લાકડીઓ ઉડી

વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા અને પ્રતાપગઢના ભરવાડો વચ્ચે માલ ઢોર ચરાવવા બાબતે સમજાવવા જતા લાકડીઓ વતી બે જણાને ઇજા થઇ હતી અને રાજકોટ વોકાર્ડ હોસ્પીટલમાં સારવાર લેવી પડી છે. બનાવની વિગત પ્રમાણે પ્રતાપગઢના ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (ઉ.વ.૫૫) વાળાએ ફરિયાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!