કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નશીલા પદાર્થ વેચાણનો આરોપી કડીથી પકડાયો

નશીલા પદાર્થ વેચાણનો આરોપી કડીથી પકડાયો

પંચાસીયાનો યુવાન નશો કરી બાઈક ચલાવતા પકડાયો

વાંકાનેર: પોલીસ મથકમાં નશીલા પદાર્થ વેચાણ અંગે એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે કડી ખાતેથી ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યો હતો.

વાંકાનેર પોલીસ મથકમાં નશીલા પદાર્થ વેચાણ અંગે એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાકભાઈ ઉર્ફે રાજુભાઈ પટ્ટણી હાલમાં મહેસાણા જિલ્લાના કડી ખાતે હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે કડી ખાતે ગુલાબનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી સંજય ઉર્ફે ફલ્લોને ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યો હતો.

પંચાસીયાનો યુવાન નશો કરી બાઈક ચલાવતા પકડાયો
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામનો મુકેશભાઈ ગોંવિદભાઈ પાટડીયા (ઉ.40) પંચાસીયા ગામની સિમ નદીના સામે કાંઠે રોડ ઉપર ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા રજી નંબર GJ3EM7534 વાળુ જાહેર રોડ ઉપર ડ્રા.લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧,૩ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધ્યો છે….

 

Content Copying Forbidden !!

error: Content is protected !!