કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ત્રીજું બાળક થાય તો ચુંટણી કેમ ન લડી શકાય?

ત્રીજું બાળક થાય તો ચુંટણી કેમ ન લડી શકાય?

સુપ્રીમ કોર્ટનો સવાલ

સરપંચને ત્રીજું બાળક થતા તેને અયોગ્ય ઠેરવતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે પંચાયત અને બીજા લોકલ બોડીની ચુંટણી લડવા માટે બે બાળકોના નિયમને ચાલુ રાખવાની માન્યતા પર સખ્ત સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમકોર્ટનું કહેવું છે કે વસ્તી રોકવા માટે બનાવવામાં આવેલી આ પોલીસી ભારતમાં ઘટતા ફર્ટિલિટી રેટને જોતા કદાચ પોતાનો ઉદેશ પુરો કરી ચુકી છે.

જસ્ટીસ પીએસ નરસિમ્હા અને આલોક અરાઘેની બેન્ચે મહારાષ્ટ્રના એક સરપંચને ત્રીજું બાળક થવા પર અયોગ્ય ઠેરવવાને પડકારતી એક અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે તે રાજયના કાયદાઓમાં આવા નિયમો ચાલુ રાખવાની પાછળના તર્કની તપાસ કરવા તૈયાર છે અને વકીલ રુકિમણ બોબડે પાસેથી એમીકસ કયુરી તરીકે મદદ માંગી. જસ્ટીસ નરસિંહાએ સુપ્રીમ કોર્ટના 2003ના ફેસલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ કેવી બેકાર પોલીસી છે. જાવેદ વર્સીસ હરિયાણા રાજય મામલા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. દેશ બદલી ગયો છે.

આ ફેસલામાં લોકલ બોડી ચુંટણી લડનાર ઉમેદવારો માટે બે બાળકોના નિયમની બંધારણીય માન્યતાને યથાવત રખાઈ હતી. કોર્ટે કહ્યું હતું કે ત્યારથી ભારતની ડેમોગ્રાફીક પ્રોફાઈલમાં ઘણો ફેરફાર આવ્યો છે, દેશનો કુલ ફર્ટિલિટી રેટ હવે 1.7ની આસપાસ છે, જયારે કેરલ અને તામિલનાડુ જેવા રાજયોમાં ફર્ટિલિટી રેટ અનેક સ્કેન્ડીનેવિયન દેશોથી પણ ઓછો છે. બેન્ચે કહ્યું હતું કે, હાલની પરીસ્થિતિમાં વસ્તી ઘટાડવા માટે આ પોલિસી ચાલુ રાખવી પુરી રીતે ગેરકાનુની થઈ શકે છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે જયારે અનેક રાજયો હવે ઘટતી ફર્ટિલિટી રેટનો સામનો કરી રહ્યા છે ત્યારે વસ્તી રોકવા માટે બનાવવામાં આવેલી પોલીસીને ચાલુ રાખવાનો શું મતલબ, બેન્ચે કહ્યું હતું કે ત્રણ બાળકો હોવા ખૂબ સામાન્ય વાત છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની ગ્રામ પંચાયતની સરપંચ મંગલા ભીમરાવ ઈંગલેને ત્રીજું બાળક થતા તેને અયોગ્ય ઠેરવાઈ હતી અને આ મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!