કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સણોસરામાં વીશ વર્ષીય યુવાને ઝેરી દવા પીધી

સણોસરામાં વીશ વર્ષીય યુવાને ઝેરી દવા પીધી

અગાઉ જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરે ફિનાઇલ પી લીધું હતું

વાંકાનેર: કુવાડવા પાસેના સણોસરા ગામે રમેશભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતો મુળ દાહોદનો સુનિલ બાબુભાઇ ભુરીયા (ઉ.વ.૨૦) સવારે વાડીએ ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

સુનિલ બે બહેન અને છ ભાઇમાં નાનો છે. તેના પિતા ખેત મજુરી કરે છે અને પોતે કારખાનામાં કામે જાય છે. સવારે અકળ કારણોસર વાડીએ દવા પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડાવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરે ફિનાઇલ પી લીધું હતું
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ 150 ફૂટ રીંગ રોડ પર બીગ બજાર પાછળ આવેલ ચંદ્ર પાર્કમાં રહેતા અને જીયાણા ગામની પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા ધૈર્યાબેન વિજયભાઇ ગોકાણી (ઉ.વ.30)એ ગઈકાલે બપોરે પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી.
પીડિત મહિલાના પિતા વિજયભાઈ ગોકાણીના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીને નોકરી દરમિયાન સ્થાનિક શખ્સો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવતી હતી. ગત તારીખ 3 ના રોજ મકાન માલિક સુરેશ અને તેની પત્નીએ પોસ્ટ ઓફિસને તાળા મારી દીધા હતા, અને તાળા ખોલવા જતાં ધૈર્યાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા, જે અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ઉપરાંત, ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન ન આપીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે.
અગાઉ કેટલાક શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ધૈર્યાબેને પોલીસ કમિશનરને રક્ષણ મેળવવા માટે અરજી પણ કરી હતી. સતત ભય અને ચિંતાના માહોલમાં આવી જતાં અંતે તેમણે આ પગલું ભરી લીધું હતું. હાલ આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!