ચોરી પર સિનાજોરી
આઈસર ચાલક સામે ગુનો નોંધાયો
ઈકોમા બેસેલી યુવતીઓનો પજવણી કરી પિતા પર હુમલો
વાંકાનેર: અહીંના ગ્રામ્ય પંથકમાંથી ઇકો કારમાં બેસીને યુવતીઓ કારખાને કામે જવા માટે મોરબી આવતી હોય ઇકોમાં જઈ રહેલી યુવતીઓની પાછળ આઇસરના ચાલકે પીછો કર્યો હતો અને ત્રણેક વખત વાહનને ઓવરટેક કરીને પજવણી કરી હતી. બાદ ઝઘડો થતાં યુવતીઓને ફડાકો મારી તેમજ વચ્ચે પડેલા ઇકો ચાલક એવા યુવતીના પિતા ઉપર હુમલો કર્યો હતો.જે બાબતે હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પામી છે.



મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ઇકો કાર ચલાવી ગુજરાન ચલાવતા આધેડની દીકરી તથા તેની સાથે અન્ય યુવતીઓ વાંકાનેર તરફથી કામ માટે ઈકોમાં બેસીને મોરબી બાજુ આવતી હતી. દરમ્યાનમાં તેઓની ઇકોની પાછળ આઇસર વાહન નંબર જીજે 03 બીટી 9427 લઈને આવતા સચિન રાજેશભાઇ અહિરવાલ નામના ઇસમે ઇકો કારનો પીછો કર્યો હતો.
અને ત્રણ વખત વાહન ઓવરટેઇક કરી ઇકોમાં બેઠેલ યુવતીઓની પજવણી કરી હતી. બાદમાં વાહન ઉભું રહેતા ગાળો આપીને ઝઘડો કર્યો હતો. અને યુવતીને ફડાકો મારી દીધો હતો. ત્યારે વચ્ચે પડેલા યુવતીના પિતા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જે બાબતે ભોગ બનેલ આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સચિન રાજેશભાઇ અહિરવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ ગુનો નોંધાયો છે. જેની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.

