૨૨ વર્ષની મહિલાને ઝેરી જનાવર કરડી ગયું
વાંકાનેર: હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ સીરામીકના લેબર કવાટરમાં રહેતી ૧૬ વર્ષની યુવતીએ એસિડ પી લીધો હતો. બીજા બનાવમાં માટેલ રોડ ઉપરના સીરામીક પાસે ૨૨ વર્ષની મહિલાને ઝેરી જનાવર કરડી ગયાનો બનાવ બન્યો હતો….


વાંકાનેર: હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ મોટો સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મેઘાબેન મોહિતભાઈ ઠાકોર નામની ૧૬ વર્ષની યુવતીએ કોઈ કારણોસર ક્વાર્ટર ખાતે એસિડ પી લીધું હતું. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
જ્યારે બીજા બનાવમાં માટેલ રોડ ઉપરના સ્પેન્ટીકા સીરામીક પાસે સવિતાબેન જામપ્રસાદ વર્મા નામના ૨૨ વર્ષની મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી જતા પ્રથમ ઢુવા પીએચસી ખાતે અને બાદમાં સિવિલ હોસ્પિટલ મોરબી સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા….

