કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઠીકરીયાળામાં નવી હાઈસ્કૂલનું બિલ્ડિંગ નિર્માણ શરૂ

ઠીકરીયાળામાં નવી હાઈસ્કૂલનું બિલ્ડિંગ નિર્માણ શરૂ

ગ્રામ્ય આગેવાનોની રજૂઆતને સફળતા મળી

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામમાં લાંબા સમયથી ગ્રામજનોની માંગ મુજબ નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ હાઈસ્કૂલના બિલ્ડિંગના નિર્માણ કાર્યનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી ગામ તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે ગ્રામજનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવતી હતી. નિર્માણ કાર્ય શરૂ થતાં સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ઠીકરીયાળા ગામ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગ્રામજનો, માધ્યમિક શાળાના શિક્ષક શ્રી સમીરભાઈ, શાળાના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભીમજીભાઈ બેડવાએ રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે નવી હાઈસ્કૂલના બિલ્ડિંગના નિર્માણને મંજૂરી આપી હતી. ટેન્ડર સહિતની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ હવે સ્થળ પર નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે ગામના સરપંચ શ્રી હક્કાભાઈ માંડાણી, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી હિતેષભાઈ, શિક્ષક શ્રી સમીરભાઈ, ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભીમજીભાઈ બેડવા, ગામના વરિષ્ઠ નાગરિકો શ્રી પોલાભાઈ બેડવા, શ્રી દેવશીભાઈ માલકિયા, શ્રી ખોડાભાઈ માલકિયા, શ્રી સોમાભાઈ માંડાણી, શ્રી પાલાભાઈ રામાભાઈ શ્રી અજીતભાઈ ખાચર, શ્રી હેમંતભાઈ નાકિયા, શ્રી મહેશભાઈ સોનારા, શ્રી સાદુલભાઈ સોરાણી, શ્રી પ્રેમજીભાઈ માલકિયા તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!