પલાંસડી ગામની સીમમાં કલર્સ કેમ ફેકટરીમાં જીપીસીબીનું ચેકીંગ
વાંકાનેર: પર્યાવરણને નુકસાન કરતા પેટકોક વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં ચોરી છુપીથી અનેક ફેકટરીઓમાં બેફામપણે પેટકોકનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પલાંસડી ગામની સીમમાં એક ફેકટરીમાં દરોડો પાડી પેટકોકનો વપરાશ ઝડપી લઈ દસ લાખના દંડ ઉપરાંત ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી.


મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લામાં અગાઉ એક ડઝનથી વધુ સીરામીક ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ સામે આવતા કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યા બાદ તાજેતરમાં વાંકાનેર તાલુકાના પલાંસડી ગામની સીમમાં આવેલ કલર્સ કેમ નામની ફેકટરીમાં પેટકોકનો વપરાશ થઈ રહ્યો હોવાનું સામે આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા દરોડો પાડી પેટકોકનો વપરાશ રંગે હાથ ઝડપી લઈ ફેકટરીના સંચાલકોને રૂપિયા દસ લાખનો દંડ ઉપરાંત ક્લોઝર નોટિસ ફટકારવાં આવી હતી…
