સામાન્ય સભામાં વરણી
વાંકાનેર: અહીં નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ રમેશભાઈ વોરાની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિવિધ 16 સમિતિઓની રચના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વાંકાનેર પાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સત્તા પર છે. તાજેતરની ચૂંટણીમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં ભાજપે ફરી એકવાર ભવ્ય સફળતા મેળવી સત્તા જાળવી રાખી છે. રચાયેલી સમિતિઓના ચેરમેનના નામ નીચે મુજબ છે…..


(1) કારોબારી સમિતિના ચેરમેન હર્ષિતભાઈ સોમાણી,
(2) હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન બ્રિજરાજસિંહ ઝાલા
(3) પબ્લિક વર્ક્સ સમિતિના ચેરમેન દિનેશભાઈ સોલંકી
(4) ધારાધોરણ સમિતિના ચેરમેન વિજયાબેન સારેસા
(5) વોટર વર્ક્સ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ નાગ્રેચા
(6) વીજળી સમિતિના ચેરમેન વિશાલભાઈ લામકા
(7) ગેરેજ સમિતિના ચેરમેન સંજયકુમાર જાડા
(8) પ્રોવિડન્ટ ફંડના ચેરમેન પ્રમુખ રમેશભાઈ વોરા
(9) શાળા સમિતિના ચેરમેન ગીતાબેન દોશી
(10) વેરા વસૂલાત સમિતિના ચેરમેન કાંતિભાઈ કુંઢિયા
(11) ગાર્ડન એન્ડ રિફ્રિએશનના ચેરમેન પ્રદ્યુમનભાઈ પઢિયાર
(12) સેલ પર્ચેઝ સમિતિના ચેરમેન ભૂમિકાબેન નદાસિયા
(13) સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિના ચેરમેન પ્રમુખ રમેશભાઈ વોરા
(14) પસંદગી એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન હર્ષિતભાઈ સોમાણી
(15) ટાઉન ડેવલોપમેન્ટ સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતા તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા
(16) પ્રધાનમંત્રી આવાસ યોજના સમિતિના ચેરમેન સુનીતાબેન મદ્રેસાણીયા
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ચેરમેન તથા સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.


