મેઈન બજારમાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ સાથે વેપારી પકડાયો
વાંકાનેર: જીનપરા શેરી નં-૧૧ માં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫ કી.રૂ.૧૮,૬૭૫/-પોલીસ ખાતાએ પકડેલ છે, બીજા કિસ્સામાં વાંકાનેર મેઈન બજારમાં દુકાનમાંથી પ્રતિબંધીત ઉંદર પકડવાની RATOL GLUE TRAP લખેલ ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) નંગ-૧૨ કી.રૂ. ૩૬૦/-પકડાઈ છે….


જાણવા મળ્યા મુજબ વાંકાનેર જીનપરા શેરી નં-૧૧ માં નીલેશભાઇ રસીકભાઇ વીંજવાડીયા (ઉ.વ-૨૨) એ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાતિય કંપનીની શીલપેક ઇંગલીશ દારૂની ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૨૫ કી.રૂ.૧૮,૬૭૫/-નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવતા ગુન્હો પ્રોહિ એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬-બી, મુજબ નોંધાયો છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેશનના પો.કોન્સ. દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, એ.એસ.આઈ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. વિરેન્દ્રસિહ હરભમજી ઝાલા, વિશ્વરાજસિહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ. રાણીંગભાઈ નાજભાઇ ખવડ તથા હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી….
ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ સાથે વેપારી પકડાયો
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મેઈન બજારમાં આવેલ યાદવ સ્ટોર નામની દુકાનમાં પ્રતિબંધીત ઉંદર પકડવાની RATOL GLUE TRAP લખેલ ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) નંગ-૧૨ કી.રૂ. ૩૬૦/-નુ વેચાણ કરતા મળી આવતા મ્હે. મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ક્રમાંક જે/એમએજી/પ્રા.કુ. ની.સો,/ જાહેરનામુ ૨૦૭૭૩૪/૨૦૨૬ તા. ૨૧/૦૫/૨૬ ના જાહેરનામાનો ભંગ સબબનો તથા બી.એન.એસ. અધીનીયમ-૦૨૦૩ ની ૨૨૩ ગુન્હો રવિભાઇ જીતુભાઇ બોરીચા જાતે, આહીર (ઉવ.૨૯) ધંધો, વેપાર રહે, વાંકાનેર વાણીયા શેરી જવાસા રોડ વાંકાનેર વાળા સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના આર્મ.પો.કોન્સ. ઘનશ્યામભાઈ નાગજીભાઇ બાર દ્વારા નોંધવામાં આવ્યો છે…

