લૂણસરના વૃધ્ધે ઝેરી ટીકડીઓ ખાઈ લીધી
ભાયાતી જાંબુડીયામાં મારામારીમાં ઇજા
વાંકાનેર: જાણવા મળ્યા મુજબ વિનયગઢનો કોળી શખ્સ થાનગઢ તાલુકાના મંડરાસર ગામ નજીકથી ખનીજ ચોરીમાં પકડાયો છે, બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના લૂણસર ગામે રહેતા વૃદ્ધે અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા યુવાનને મારામારીમાં ઈજા થઈ હતી..


જાણવા મળ્યા મુજબ થાનગઢ પોલીસ દ્વારા મંડરાસર ગામ નજીકથી ૪૮ ટન સિપ્રા વ્હાઇટ કલે ખનીજનું ગેરકાયદેસર પરિવહન કરતા એક ડમ્પરને ઝડપી પાડી અંદાજે રૂ. ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચોટીલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ. ભડોરીયાના સુચન મુજબ થાનગઢ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મંડરાસર ગામ પાસે આરટીઓ નંબર જીજે-૧૩-એએકસ-૭૨૮૦ ધરાવતા ડમ્પરને અટકાવી તપાસ હાથ ધરી હતી. વજન કરાવતા તેમાં ૪૮ ટન ગેરકાયદે સિપ્રા વ્હાઇટ ક્લે ખનીજ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક રણછોડભાઈ કાળુભાઈ ડાભી (ઉં.વ. ૩૫), રહે. વિનયગઢ, તા. વાંકાનેરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને ડમ્પરને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ. ગડરીયા, પો.સ.ઈ. એમ.ટી. ગઢવી તેમજ પોલીસ સ્ટાફના મહેન્દ્રસિંહ સોલંકી, નરેશભાઈ ભોજીયા અને વિપુલભાઈ ચોસલાએ કામગીરી બજાવી હતી.
લૂણસરના વૃધ્ધે ઝેરી ટીકડીઓ ખાઈ લીધી
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના લૂણસર ગામે રહેતા પ્રેમજીભાઈ રતનસીભાઈ ગઢીયા (ઉ.72) નામના વૃદ્ધે કોઈ કારણોસર પોતે પોતાના ઘરે અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
ભાયાતી જાંબુડીયામાં મારામારીમાં ઇજા
ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા દાનસિંગ ગુલસિંગ નીનામા (ઉ.40) નામના યુવાનને કોઈ કારણોસર ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે…
