કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જોધપરમાં બાલ દાઢીના બાકી પૈસા માંગતા બબાલ

તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસ કાર્યવાહી

1.20 કરોડનો મુદામાલ કબ્જે

ઓવરલોડ ભરીને જતાં ચાર ડમ્પર જપ્ત

વાંકાનેર: તાલુકા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોય અગાઉ પણ પોલીસ દ્વારા ત્યાં દરોડા કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે તેવામાં વધુ એક વખત વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ખાણ ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે તેમજ ઓવરલોડ ખનીજ ભરીને જતાં ચાર ડમ્પર જેની કિંમત 1.20 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી. પટેલની સુચના મુજબ પીએસઆઇ ડી.વી.ખાંભલા અને તેઓનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરીને લઈ જતાં વાહનોના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. અને વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ડમ્પર નંબર જીજે 8 એયું 7124, જીજે 3 ડીવાય 8288, જીજે 3 બીવાય 1953 અને જીજે 11 વીવી 9695 કબજે કરેલ છે અને કુલ મળીને 1.20 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે. અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!