વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો
વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આશરે 55 વર્ષના આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેને 108 મારફતે સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલત લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકથી આધેડનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું હતું.


મરણ જનાર અજાણ્યો પુરુષ આશરે ઉ.વ.55 વાળો જે તારાપુર જી.આણંદથી રાજકોટ કોઇ કારખાનામાં મજુરી અર્થે આવતો હોય અને સાંજના ચારેક વાગ્યે કોઇ કારણસર બેભાન થઈ જતા 108 મારફતે સારવારમા ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ ઉપરના તબીબે મરણ ગયેલ જાહેર કરેલ છે
આ અંગે વાલીવારસ મળી આવે તે માટે કોઇને કોઇ પ્રકારની માહીતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મો.63596 26086 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે….

