કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલમાં રસોડામાંથી 'ઈંગ્લીશ' મળી આવ્યો

માટેલમાં રસોડામાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

સતાપરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

વાંકાનેર: તાલુકાના માટેલ ગામમાં એક શખ્સના મકાનમાં રસોડામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૯ પોલીસે કબ્જે કરેલ છે તો વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૦,૮૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં બાપાસીતારામ વાળી શેરીમાં રહેતા રાજદિપભાઈ ઉર્ફે જીગો ગોરધનભાઈ વિંજવાડીયા (ઉ.20) વાળાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં રસોડામાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની કંપની શીલપેક બોટલો નંગ-૧૯ કી.રૂ.૬૯૯૭/- નો મુદામાલ રાખી રેઈડ દરમ્યાન હાજર મળી આવેલ, પોલીસ ખાતાએ ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધેલ છે…

સતાપરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સતાપર ગામની આથમણી કરારનામની સીમમાં વાડી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા છનાભાઇ જેમાભાઇ ડાભી, સુરેશભાઈ નાગજીભાઈ ગણાદીયા, નવઘણભાઈ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગણાદીયા, હિતેશ જીવરાજ ધાડવી, હેમાભાઈ કાળાભાઈ ધરજીયા, હકાભાઇ કેશભાઇ ગણાદીયા, વેરશીભાઈ તેજાભાઈ મકવાણા અને નવઘણભાઈ ચોથાભાઇ રાઠોડ એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૦,૮૦૦ જપ્ત કરી જુગાર ધરા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!