કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચંદ્રપુર પાસે બાઇકને કારે ઠોકર મારી

ચંદ્રપુર પાસે બાઇકને કારે ઠોકર મારી

માસા – ભાણેજને ઇજા

ભુતકોટડાથી ચોટીલા પુનમ ભરવા જતા હતા

વાંકાનેર: ચોટીલા હાઇવે રોડ પર ચંદ્રપુર પાસે આવેલ બ્રીજ ઉતરતા હાલ ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા માસા- ભાણેજ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ચોટીલા પુનમ ભરવા માટે જતા હતા ત્યારે વખતે પાછળથી એક ફોરવ્હિલ કારે મોટર સાયકલને પાછળથી ઠોકર મારતા બંને જણા નિચે પડી જતા ભાણેજને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા તથા વાંસાના ભાગે સામાન્ય ઇજા પહોચાડી તથા માસાને મોઢાના ઝડબાના ભાગે ફેક્ચર જેવી ઇજા તથા શરીરે નાની મોટી ઇજા પહોંચાડવાનો ગુનો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ભુતકોટડા ગામમાં રહેતા મૂળ એમપીના આદિવાસી મનિષ સુરેશભાઈ બિલવાલ (ઉ.વ.૨૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૯/૦૬/૨૦૨૬ ના રોજ પોતે તથા તેમના માસા ઉદેશભાઇ કાબુભાઇ અમલીયાર તેનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી, નં.MP-45-MT-1022 વાળુ લઈને ચોટીલા પુનમ ભરવા માટે જતા હતા અને તેમના માસા ઉદેશભાઈ મોટરસાયકલ ચલાવતા હતા ત્યારે નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે આવેલ બ્રીજ પર આશરે સવારે પાંચેક વાગ્યે પાછળથી એક ફોરવ્હિલ કાર નં GJ-36-AL 0595 પુરઝડપે આવીને મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા બંને ફંગોળાઇને નિચે પડી ગયેલ અને શરીરે ઇજાઓ થતા ૧૦૮ એમ્બુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ ડોક્ટર સાહેબે ફરિયાદીને માથાના ભાગે તથા વાંસાના ભાગે ઇજા થયેલનુ જણાવેલ તથા એમના માસાને ચહેરાના ભાગે ગંભીર ઇજા થયેલનુ જણાવી વધુ સારવાર માટે મોરબી રીફર કરેલ જ્યાંથી રાજકોટ રીફર કરેલ હતા…
પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ- ૨૮૧, ૧૨૫(એ-બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!