પાસ કઢાવવા માટે 5 કિલો બકાલું માંગવામાં આવ્યું હોવાનો આક્ષેપ
વાંકાનેર: વઘાસિયા ટોલ નાકા પર એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં ટોલ નાકાના કર્મચારી દ્વારા સ્થાનિક વાહનચાલક પાસેથી પાસ કઢાવવા અથવા માટે 5 કિલો શાકભાજી (બકાલું) માંગવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


મળેલ માહિતી મુજબ વઘાસિયા ટોલ નાકા પરથી પસાર થઈ રહેલા શાકભાજીના વેપારી અને ખેડૂત એવા સ્થાનિક મહિલા અને એક યુવકને ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પીડિત મહિલા અને યુવકનો આક્ષેપ છે કે ટોલ નાકા પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા તેમની પાસે 5 કિલો શાકભાજીની માંગણી કરવામાં આવી હતી. આ ઘટના સમયે અદેપર (મોરબી) ના સરપંચ જનકસિંહ ઝાલા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે મહિલા અને યુવકની વહારે આવીને સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો…

