યુવાન કાળકા માતાજીની ટેકરી પાસે રહે છે
વાંકાનેર: અહીં કાળકા માતાજીની ટેકરી પાસે રહેતા યુવાનને મોરબીની રવાપર ચોકડી ખાતે અજાણ્યા ટ્રક ચાલકે પગપાળા જતા હડફેટે લઈ ઈજાઓ પહોંચાડવાનો બનાવ બનેલ છે…


જાણવા મળ્યા મુજબ મોરબીની રવાપર ચોકડી ખાતે ગત તા.3ના રોજ સવારના સમયે અજાણ્યા ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોતાનો ટ્રક ચલાવી પગપાળા જઈ રહેલા ભિક્ષાવૃત્તિ કરતા ફરિયાદી મુન્નાભાઈ ઈસ્માઈલભાઈ સલાટ (ઉ.40) રહે. કાળકા માતાજીની ટેકરી પાસે, વાંકાનેર વાળાને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…

