કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રંગપર પાસે હાઇવે પર બોલેરો- ટ્રક ભટકાયા

રંગપર પાસે હાઇવે પર બોલેરો- ટ્રક ભટકાયા

બોલેરો ચાલકને બન્ને પગમાં ફેકચર- પાંસળી- હાથમાં ઇજા

વાંકાનેર: તાલુકાના રંગપર ગામ પાસે હાઇવે પર બોલેરો પીક અપમાં બરતણ ભરી મોરબી જતા એક સાઇડ રોડ બંધ હતો, સામેથી આવતા એક ટ્રક ભટકાળતા બોલેરો ચાલકને બન્ને પગમાં ફેકચર તથા છાતીના ભાગે પાંસળીમાં તથા જમણા હાથમાં ઇજા પહોંચી છે….

ચોટીલા તાલુકાના નાળીયરી ગામે રહેતા પ્રેમજીભાઇ મનુભાઇ મકવાણા જાતે-કોળી (ઉ.વ.૨૭) ધંધો-ડ્રાઈવીંગ વાળાએ ફરીયાદમાં લખાવ્યા મુજબ ગઇ તા.૧૬/૦૬/૨૦૨૬ ના રોજ કાબરણ ગામેથી પોતાની પીક અપ બોલેરો રજી.નં, GJ-13-AX-8754 માં લાકડા (બરતણ) ભરી મોરબી ભરતનગર પાસે આવેલ કારખાનામાં નાખવા જતા વાંકાનેર તાલુકાના રંગપર ગામે પાસે નેશનલ હાઇવે રોડનુ કામ ચાલુ હોય જેથી એક સાઈડ બંધ હોય સામેથી એક ટ્રક નં GJ-14-X-6200 આવી ભટકાયેલ
રોડ ઉપર બીજા માણસો તથા વાહન ચાલકોએ એમને બોલેરોમાંથી બહાર કાઢેલ અને ૧૦૮ માં સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ થયેલ, એમના બન્ને પગમાં ફેકચર થયેલ છે. તેમજ છાતીના ભાગે પાંસળીમાં તથા જમણા હાથમા વાગેલ છે
પોલીસ ખાતાએ ટ્રક ચાલક નંબર GJ-14-X-6200 ના ચાલક વિરુધ્ધમાં ગુન્હો બી.એન.એસ કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાઈ શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!