કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં જમીન દફતર ખાતાની ઓફિસ શરૂ થઇ

વાંકાનેરમાં જમીન દફતર ખાતાની ઓફિસ શરૂ થઇ

દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેર ખાતે કાર્યરત

હવે ખેડૂતો/ જાહેર જનતાએ જમીન દફતરને લગતી કામગીરી માટે આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવો

વાંકાનેર: નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાના આશયથી જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ તેમજ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના આદેશાનુસાર, અગાઉ જિલ્લા કક્ષાએ કાર્યરત ‘જિલ્લા નિરીક્ષક જમીન દફતર’ (DILR) વર્ગ-૨ ની કામગીરીને હવે સ્થાનિક સ્તરે લઈ જવામાં આવી છે.

તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી અને આયોજનબદ્ધ નિરાકરણ લાવવા માટે મોરબી જિલ્લામાં નવી ૬ તાલુકા કક્ષાની ‘જમીન દફતર નિરીક્ષક’ (ILR) વર્ગ-૨ ની કચેરીઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ નવતર વ્યવસ્થાથી જિલ્લાના અરજદારોને પોતાના સરકારી કામો માટે જિલ્લા મથકે ધક્કા ખાવા નહીં પડે અને તેમના રહેઠાણની નજીક જ ત્વરિત સરકારી સેવાઓ ઉપલબ્ધ બનશે.
નવી કાર્યરત થયેલી આ તમામ ૬ કચેરીઓ અંતર્ગત વાંકાનેર તાલુકા માટેની કચેરી ‘સીટી સર્વે કચેરી-વાંકાનેર તથા સબ ટ્રેઝરી વાંકાનેર, દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેર’ ના સરનામે કાર્યરત થઈ છે. જયારે ટંકારા તાલુકાના નાગરિકો માટે જમીન દફતર નિરીક્ષકની કચેરી ‘ગ્રામ પંચાયત કચેરી (મંત્રી ક્વાર્ટર વાળુ મકાન), શાક માર્કેટ પાસે, રાજબાઈ ચોક, ટંકારા’ ખાતે શરૂ કરવામાં આવી છે.
તમામ જમીનધારકો, ખેડૂતો અને જાહેર જનતાને જમીન દફતરને લગતી કામગીરી માટે પોતાના સંબંધિત તાલુકાની આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવા મોરબીના સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્ઝ મયુર કરમટાની યાદીમાં જણાવાયું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!