નવાપરામાં મારામારીમાં ઇજા
ચંદ્રપુરની મહિલા સારવારમાં
વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલા એક ટાઇલ્સના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી મોત નીપજ્યું છે.





મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન ટાઇલ્સ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની રિતેશ પ્રેમનારાયણ વર્મા (ઉ.વ.૨૬) નામના શ્રમિક યુવાનને કારખાનામાં કામ કરતી વખતે કોઈ કારણોસર અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
નવાપરામાં મારામારીમાં ઇજા
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા રાણીબેન ગોવિંદભાઈ પરમાર (ઉ.35) નામના મહિલાને વાસંગી દાદાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા
ચંદ્રપુરની મહિલા સારવારમાં
પ્રાથમિક માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ખાતે રહેતા કિરણબેન દશરથભાઈ પરમાર (ઉ.28) નામના મહિલાને ઘરે સસરા પક્ષના લોકોએ કોઈ અજાણી દવા પીવડાવી દેતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય પોલીસે તેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે…

