કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકાના 30 ગામોમાં વીજ પોલ આવશે?

વાંકાનેર તાલુકાના 30 ગામોમાં વીજ પોલ આવશે?

ખેડૂતોએ જાગૃત રહેવું આવશ્યક

વાંકાનેર: મોરબી તાલુકાના જેતપર ગામમાં વીજપોલ બાબતે હાલમાં આંદોલન ચાલી રહ્યું છે, ખેતરમાં વીજપોલ એ ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે, જાણવા મળ્યા મુજબ અદાણી કંપની દ્વારા હાઈટેન્શન વીજ પોલ / લાઈન વાંકાનેર તાલુકાના ગામોમાં મૂકવાની તૈયારી થઈ રહી છે. વાંકાનેર તાલુકાના ગામો જેતપર જેવું આંદોલન કરી શકે કે કેમ, તે સવા મણનો સવાલ છે

આ વીજ પોલ ખેડૂતો માટે નુકસાનકારક છે, વીજ પોલ ખેતરની વિનાશનું કારણ બનવાની ખેડૂતોમાં દહેશત છે, કારણ કે વીજપોલના કારણે ખેતરમાં ટ્રેકટર, હાર્વેસ્ટર જેવા યંત્રો ચલાવવામાં મુશ્કેલી પડે, વીજ ચુંબકીય કિરણોથી પાક પર ખરાબ અસર થવાનું સંભાવના છે, વધુ જગ્યાએ જમીનનો ઉપયોગ ન થઈ શકતા ઉત્પાદન ઘટશે, લાઈન તૂટવાનો કે અકસ્માત થવાનો ભય રહે, યોગ્ય વળતર ન મળવાથી આર્થિક નુકસાન થાય…
પ્રાથમિક જાણકારી મુજબ વાંકાનેર તાલુકામાં નીચેના ગામોમાં વીજપોલ ઉભા કરવાની યોજના છે…
(1) નાગલપર (2) માટેલ (3) જામસર (4) લાકડધાર (5) મકતાનપર (6) આણંદપર (7) ભાયાતી જાંબુડિયા (8) વિઠલપર (9) પાડધરા (10) ભેરડા (11) ભોજપરા (12) જાલી હસનપર (13) પંચાસર (14) રાતીદેવળી (15) વધાસિયા (16) ઢુવા (17) નવા ઢુવા (18) પંચાસિયા (19) વાંકિયા (20) નવા વાંકિયા (21) તીથવા (22) ઓળ (23) નાના જડેશ્વર (24) કોઠારીયા (25) દિઘલીયા (26) ભીમગુડા (27) સમથેરવા (28) જામસર (29) રાણેકપર (30) વીડી જાંબુડિયા…
આ માહિતી અનૌપચારિક છે, વધ-ઘટ ફેરફારની સંભાવના છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!