વાડીના શેઢે પડેલ પથ્થર ઉપાડી લેવા બાબતે હુમલો
રાતીદેવરીના યુવાન સામે ઝડપથી ટ્રેકટર ચલાવવાનો ગુન્હો
વાંકાનેર: તાલુકાના નવી કલાવડી ગામમાં ફરીયાદી તથા આરોપી સગા ભાઇઓ થતા હોય બંનેની વાડી એક શેઢે આવેલ હોય ફરીયાદીની વાડીના શેઢા પાસે પથ્થર પડેલ હોય જે પથ્થર હુસેનભાઇએ ફરીયાદીને લઇ લેવાનુ કહેતા ફરીયાદીએ ‘મારો દિકરો અવેશ આવી પથ્થર અહીથી લઇ લેશે’ એમ કહેતા સામેવાળાને સારૂ નહી લાગતા પથ્થરના છુટ્ટા ઘા કરતા ફરીયાદીને ડાબા હાથ પગ તથા ડાબા ૫ડખાના ભાગે મુંઢ ઇજા કરી એક બીજાએ ગુન્હામાં મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે…





જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામમાં વાડીના શેઢા પાસે પડેલ પથ્થર લઇ લેવા બાબતે ભાઈઓ વચ્ચેના વિવાદને લઈને મારામારી અને પથ્થરમારાની ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરિયાદી સાજીભાઈ હૈયાતભાઈ ઇબ્રાહિમભાઈ શેરસીયા (ઉંમર 63 વર્ષ), ખેડૂત, રહે. નવી કલાવડી તા. વાંકાનેર વાળાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદ મુજબ, તા. 28 જૂન, 2026 ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે ફરિયાદી પોતાની વાડીમાં પાણી પાવા ગયા હતા. તે દરમિયાન શેઢે પડેલ પથ્થર લઇ લેવા બાબતે આરોપીઓ ત્યાં આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ પથ્થરમારો કરી ફરિયાદીને ઇજા પહોંચાડ્યાનો તેમજ ગાળો આપી મારામારી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ઘટનામાં ફરિયાદીના દીકરા સાથે પણ મારામારી કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે વાંકાનેર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ ફરિયાદીએ પોલીસમાં અરજી આપી ગુનો નોંધાવ્યો હતો.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હુસેનભાઈ હૈયાતભાઈ શેરસીયા, હલુબેન હુસેનભાઈ અને રેનીસ હુસેનભાઈ (તમામ રહે.નવી કલાવડી તા. વાંકાનેર) સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125(a), 115(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાતીદેવરીના યુવાન સામે ઝડપથી ટ્રેકટર ચલાવવાનો ગુન્હો
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના ફૈજુલભાઈ રહીમભાઈ માણસીયા (ઉ.32) ટ્રેકટર રજી, નં, GJ-36-AF-2867 પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાઇ તે રીતે બેફીકરાયથી જીનપરા જકાતનાકા પાસે ચલાવી નીકળી મળી આવતા ગુન્હો બી.એન.એસ. કલમ-૨૮૧ તથા એમ વી એકટ ક-૧૮૪, ૧૭૭ મુજબ નોંધાયો છે…
