કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચોરાયેલ મોટર સાયકલ સાથે સગીર પકડાયો

ચોરાયેલ મોટર સાયકલ સાથે સગીર પકડાયો

દારૂની ખેપ મારતા પકડાયો

સરતાનપરના શખ્સને નશો કરવો ભારે પડ્યો
ભોજપરાના શખ્સો રાત્રીના રખડતા પકડાયા

વાંકાનેર: એલ.સી.બી.મોરબી ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ A ગુના રજીસ્ટર નંબર 700/2026, ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) મુજબના ચોરીના ગુનામાં ગયેલ એક ગ્રે કલરનું હોન્ડા સાઈન મોટરસાયકલ (જેમાં આગળ-પાછળ નંબર પ્લેટ નથી) લઈને એક ઇસમ નીકળવાનો છે.

આ બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ ઢુવા ચોકડી પાસે વોચ ગોઠવતા બાતમી વાળું મોટરસાયકલ અને ઇસમ મળી આવતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન આ મોટરસાયકલ ચોરીનું હોવાનું ખુલાસો થયો હતો. પકડાયેલ ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાથી તેને તેના વાલીને સોંપવામાં આવ્યો છે અને 40,000 ની કિંમતના મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
દારૂની ખેપ મારતા પકડાયો
જાણવા મળ્યા મુજબ પાંચદ્વારકાથી પ્રતાપગઢ જવાના રસ્તા પરથી નારૂભાઈ મલાભાઈ જખાણીયા (ઉ.55) રહે. હાલ અરણીટીંબાના પાટીએ ઝુપડામા, મુળ રહે.ગાયત્રી મંદરી તા.વાંકાનેર વાળો હિરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મો.સા રજી નંબર GJ-36-AD-4524 કિ રૂ. ૧૫,૦૦૦/- વાળામાં દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર-૦૯ કી.રૂ. ૧૮૦૦/-ગણી કુલ કિ રૂ. ૧૬,૮૦૦/-નો મુદામાલ રાખી હેરાફેરી કરતા મળી આવ્યાનો ગુન્હો ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(એ), ૯૮(૨) મુજબ નોંધાયો છે…
સરતાનપરના શખ્સને નશો કરવો ભારે પડ્યો
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતો દેવાભાઈ હનુભાઈ વિજવાડીયા (ઉ.39) વાળો મારૂતી સુઝુકી બ્રેઝા ફોર વ્હીલ રજી, નંબર- જી, જે-૩૬-એ, એલ-૫૫૩૮ વાળી જેની આશરે કી,રૂ-૩, ૦૦,૦૦૦/- ગણી વઘાસીયા ટોલનાકે જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…
ભોજપરાના શખ્સો રાત્રીના રખડતા પકડાયા
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનાશખ્સો (1) નાનજીભાઈ સાદુળભાઈ વિંજવાડીયા (ઉ.45) અને (2) હિતેશ પ્રેમજીભાઈ વીજવાડીયા વાંકાનેર સીટી સ્ટેશન રોડ પ્રગતિ કોમ્પ્લેક્સ પાસે રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી,પી,એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!