કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર પાસે લોખંડની ચોરી કરનારા પકડાયા

વાંકાનેર પાસે લોખંડની ચોરી કરનારા પકડાયા

20 દિવસ પહેલા ચોરી કરી હતી

વાંકાનેર: રાજકોટ જિલ્લાની સીમ વિસ્તારમાં ત્રાટકી કેબલ વાયરની ચોરી કરતી બેલડી ઝડપાઈ હતી, જેણે વાંકાનેર પાસે લોખંડની ચોરી કર્યાની કબુલાત કરી છે…

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

જાણવા મળ્યા મુજબ દિવસે રેકી કર્યા બાદ રાત્રીના વાડી વિસ્તારમાં રિક્ષા લઈ વાયરની ચોરી કરી નાસી છૂટતા બેલડીને આજીડેમ પોલીસે ખોખડદડ નદીના પુલ પાસેથી ઝડપી લીધી હતી.
તેણે પોતાના નામ પ્રકાશ ભરતભાઈ કટેશીયા રહે. રાજકોટ શક્તિનગર શેરી નંબર 2, કોઠારીયા સોલ્વન્ટ ફાટકની સામે મૂળ ગુંદાળા, જસદણ (ઉ.વ 21) અને કરસન ઉર્ફે ઉદય હમીરભાઈ મકવાણા રહે. શીતળાધાર,કોઠારીયા સોલ્વન્ટ મૂળ. ચલાલા, ધારી ((ઉ.વ 27) હોવાનું જણાવ્યું હતું.
જસદણ, વાંકાનેર, શાપર, પાળ, ગવરીદળ સહિતના વિસ્તારમાં બેલડીએ ચોરી કરી ’તી. 20 દિવસ પહેલા વાંકાનેર પાસે લોખંડની ચોરી કરી હતી. વાંકાનેર પોલીસ ખાતાએ આ અંગેની ફરિયાદ નોંધાઈ છે કે કેમ, તે જાણવા મળેલ નથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!