કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પંચાસીયાના આરોપી પાસેથી ચોરીના 5 બાઈક કબ્જે

પંચાસીયાના આરોપી પાસેથી ચોરીના 5 બાઈક કબ્જે

લુણસર ગામ પાસે વાહન અકસ્માત

રેલ્વે સ્ટેશન નજીક મારામારીમાં ઈજા

ટંકારા: પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં મોટી સફળતા મેળવતા, રાજકોટ શહેરમાંથી અલગ અલગ 5 મોટરસાયકલની ચોરી કરનાર એક આરોપીને પકડી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 200000 ની કિંમતના 5 બાઈક જપ્ત કર્યા છે.

મળેલ માહિતી મુજબ ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ખાનગી બાતમી મેળવી વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયા (ઉંમર વર્ષ 19) ને પકડયો હતો. તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા રાજકોટ શહેરમાંથી થયેલી 5 મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલાયા હતા. જેમાં રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 ગુના (એ પાર્ટ ગુ.ર.નં. 0185/2026 અને 0752/2025, બી.એન.એસ. કલમ-303(2)) તથા પ્રઘુમન નગર પોલીસ સ્ટેશનનો 1 ગુનો (એ પાર્ટ ગુ.ર.નં. 1033/2025, બી.એન.એસ. કલમ-303(2))નો સમાવેશ થાય છે.
શખ્સે રાજકોટના જે વિસ્તારોમાંથી બાઈક ચોર્યા તેમાં (1) રણછોડનગર શેરી નંબર 5/15 નો ખૂણો, કુવાડવા રોડ નજીકથી ચોરાયેલ રૂપિયા 30000 ની કિંમતનું બાઈક (નંબર-GJ-03-LE-3612). (2) રાજકોટ પેડક રોડ, સદગુરુ જ્યોત કોમ્પ્લેક્ષ, પાણીના ઘોડા પાસેથી ચોરાયેલ રૂપિયા 50000 ની કિંમતનું બાઈક (3) રાજકોટ હોસ્પિટલ ચોક, જામનગર રોડ પરથી ચોરાયેલ રૂપિયા 40000 ની કિંમતનું બાઈક (4) રાજકોટ હોસ્પિટલ ચોક, જામનગર રોડ પરથી ચોરાયેલ અન્ય એક રૂપિયા 40000 ની કિંમતનું બાઈક અને રાજકોટ પારેવડી ચોક નજીકથી ચોરાયેલ રૂપિયા 40000 ની કિંમતનું બાઈક (ચેસીસ એન્જિન નંબર અવાચ્ય/ઘસાયેલ છે) નો સમાવેશ થાય છે….

લુણસર ગામ પાસે વાહન અકસ્માત
વાંકાનેર તાલુકાના લુણસર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ સાબાદભાઈ હબીબભાઈ મોવર (ઉ.૩૨) તથા દિનેશભાઇ પાલાભાઈ રાઠોડ (ઉ.૨૪) રહે.મોરબી બંનેને મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
રેલ્વે સ્ટેશન નજીક મારામારીમાં ઈજા
વાંકાનેર ખાતે રહેતા વિપુલ દિનેશભાઈ દેવીપુજક નામના ૨૦ વર્ષના યુવાનને વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મારામારીમાં ઈજા થઈ હોય વધુ સારવાર માટે મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!