કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો

ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો

બંધુ સમાજ દવાખાનાની બાજુમાંથી ચોરાયેલ

વાંકાનેર: અહીં પ્રતાપ રોડ પર આવેલ બંધુ સમાજ દવાખાનાની બાજુમાં રહેતા યુવાનના સ્કૂટરની ચોરી કરવામાં આવી હતી પોલીસે રાજકોટમાંથી ચોરાઉ સ્કૂટર સાથે રાજકોટના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આવેલ બંધુ સમાજ દવાખાનાની બાજુમાં શ્રીજી નિવાસ બ્લોક નં-2 ખાતે રહેતા દીપેનભાઈ જગદીશભાઈ બારભાયા (ઉ.40)એ અજાણ્યા શખ્સ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યું હતું કે, તેઓએ પોતાના ઘરની બહાર સ્કૂટર નંબર જીજે 3 જેએન 9244 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે
વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન ચોરીમાં ગયેલ સ્કૂટર સાથે એક શખ્સ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જોવા મળેલ હતો જેથી તેના ઘરે જઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેની પાસેથી સ્કૂટરના કાગળ માંગવામાં આવતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તેણે વાંકાનેરમાં બંધુ સમાજ હોસ્પિટલની બાજુમાંથી સ્કૂટરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી
જેથી પોલીસે ચોરી કરેલ સ્કૂટરને આરોપી પાસેથી કબ્જે લીધું હતું અને આરોપી અલીહુસેન કુરબાનહુસેન લક્ષ્મીધર રહે. કેસ વીલા એપાર્ટમેન્ટની બાજુમાં મકાન નં-3 મોડલ સ્કૂલની આગળ ભગવતી પરા રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!