કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બંધુસમાજ દવાખાનાની બાજુમાંથી બાઈક ચોરાયું

બંધુસમાજ દવાખાનાની બાજુમાંથી બાઈક ચોરાયું

ઘર પાસે પાર્ક કરેલ

સોની યુવાનની ફરિયાદ

વાંકાનેર: પ્રતાપ રોડ પર બંધુસમાજ દવાખાનાની બાજુમાં રહેતા સોની યુવાનનું મોટર સાયકલ જેની કિ.રૂ.૩૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ છે….

જાણવા મળ્યા મુજબ રહે.શ્રીજી નિવાસ બ્લોક નં-૦૨ બંધુસમાજ દવાખાનાની બાજુમાં રહેતા દિપેનભાઈ જગદીશભાઈ બારભાયા (ઉ.વ.૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે સુઝુકી એકસેસ મોટર સાયકલ રજી નંબર GJ-03-JN-9244 વાળુ મારા ઘરની બાજુમા પાર્ક કરેલ હતુ અને સાંજના ઘરની બહાર નીકળતા જે જોવામા આવેલ નહી, આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય સને-૨૦૧૭ ના મોડલનુ જેની કિ.રૂ.૩૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયેલ છે, આ ફરીયાદ મોડી કરવાનુ કારણ એ છે કે મોટર સાયકલની જાતેથી તપાસ કરતો હતો, પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ નોંધી આગળની તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!