4 લેન બનશે
જમીન સંપાદન 6 લેનનું
જમીનના ભાવ વધશે
જુના ધમલપર પાસે મચ્છુ નદી પર પુલ
લાલપર પાસે મેઈન હાઈવેને ટચ થશે
આ રોડથી ધમલપર, લુણસરીયા, બોકડથભાં, દીઘલિયા, દલડી, કાશીપર અને થાન બાજુના ગામડાઓને તથા પલાંસડી, સરધારકા, ગાંગીયાવદરને માર્કેટિંગ યાર્ડ જવા સીધો રસ્તો મળશે
વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસેથી બહારના વાહનો હાલ પસાર થઇ રહ્યા છે, જેને બાયપાસ રોડ બનાવી શહેર પરનું ટ્રાફિક ઘટાડવા કેન્દ્ર સરકારે સાંસદ કેસરીદેવસિંહની રજુઆત બાદ મંજૂરી આપી છે જાણવા મળ્યા મુજબ આ બાયપાસની સૂચિત પથરેખા નીચે મુજબ છે…





મોરબી બાજુથી વાંકાનેર આવતા જે થાન ચોકડી છે, ત્યાંથી હેમ પેઇન્ટ થઇ સરધારકા ચોકડી થઇ ધમલપર ફાટક સુધી હાલનો જે રોડ છે તેના પર જ ફોરલાઇન બનશે,
ફાટક પછી જુના ધમલપર પાસેથી દાદુપીરની દરગાહથી ઉગમણી બાજુ નીકળી મચ્છુ નદી પર મોટો પુલ બનાવી કેરાળાના કબ્રસ્તાન પાસે થઇ લાલપર બાજુ જે ફૈઝ જિન છે તેનાથી ઉગમણી બાજુ થઇ ઉમિયા થ્રેસરના શેડમાંથી નીકળી લાલપર બોર્ડ પહેલા મેઈન હાઈવેને ટચ થશે,
નકશામાં દેખાય છે તે મુજબ હાલ જે ગેસની લાઈન છે, તેને આ બાયપાસ કેરાળાની સીમમાં જ ઓળંગશે….
બાયપાસ ફોર ટ્રેક બનનાર છે, પણ જમીન સંપાદન સિક્સ લેન મુજબ થઇ રહ્યું છે, રસ્તામાં જે કેરાળાનો હાલમાં રોડ આવેલ છે, ત્યાં પુલ બનતા કેરાળા જવા-આવવાની અવરજવર થઇ શકશે…
બાયપાસ પાસેની જમીનના ભાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, આ બાયપાસ માટે લગભગ 30 ટકા જમીનનું જ વળતર સરકારે ચૂકવવું પડશે, એમ મનાઈ રહ્યું છે. જમીન સંપાદનના સર્વે નંબર નીચે મુજબ છે…
આ રોડથી ધમલપર, લુણસરીયા, બોકડથભાં, દીઘલિયા, દલડી, કાશીપર અને થાન બાજુના ગામડાઓને તથા પલાંસડી, સરધારકા, ગાંગીયાવદરને માર્કેટિંગ યાર્ડ જવા સીધો રસ્તો મળશે…

