કલેકટરશ્રીએ કેટલું વળતર મળશે એ બાબતમાં ફોડ ન પાડયો
ખેડૂતોને જાણ કર્યા વગર વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ થી જશે, તો ખેડૂતો શું કરશે?
વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્રીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક આજરોજ યોજાઈ હતી, જેમાં તાલુકાના દશ જેટલા ગામોના આગેવાનો અને ખેડૂતોને બોલાવ્યા હતા,





પત્રકારો સાથેની વાતચિતમાં કલેકટરશ્રીએ જણવ્યું હતું કે સરકાર ખેડૂતોને વળતર આપવા બાબતે હકારાત્મક અભિગમ અપનાવી રહી છે, પરંતુ કેટલું વળતર મળશે એ બાબતમાં કોઈ ફોડ પડ્યો નહોતો, ક્યા ક્યા ગામમાં વીજલાઇન પસાર થઇ રહી છે, કે તાલુકાના કેટલા ગામો અસરગ્રસ્તના પત્રકારોના પ્રશ્ને પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી, કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે કંપનીના અધિકારીઓ સાથે પણ મિટિંગ કરનાર છે…
તંત્ર દ્વારા આ પ્રોજેકટની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવનાર છે. વિજલાઇનના ટાવરો અને વાયરો ખેતરોમાંથી પસાર થવાના કારણે ખેડૂતોની મહામૂલી જમીનને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોને આ બેઠક બાદ પણ સંતોષ થયો નથી, લોલીપોપ આપ્યાની માંગણી પ્રવર્તી રહી હતી, જો આગામી દિવસોમાં વળતરની રકમ બાબતે યોગ્ય અને સંતોષકાર નિર્ણય લેવામાં નહીં આવે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
ખેડૂતોને જાણ કર્યા વગર કે વળતર નક્કી થયા પહેલા વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ થી જશે, તો ખેડૂતો શું કરશે? હળવદ તાલુકામાં મીટીંગનો સ્થાનિકોએ બહિષ્કાર કર્યાના અહેવાલ છે…

