કડિયા કામ કરવા શેખરડી જતા બનેલો બનાવ
દરગાહ પાસે સર્વિસ રોડ પર આવેલ જારી સાથે મોટર સાયકલ ભટકાયેલ
વાંકાનેર: અહીં જીનપરામાં રહી કડિયાકામ કરતો યુવાન પોતાનું પલ્સર મોટર સાયકલ લઈને વાંકાનેરથી સેખરડી ગામે જતો હતો ત્યારે ચંદ્રપુર દરગાહ પાસે સર્વિસ રોડ પર આવેલ જારી સાથે પોતાનુ મોટર સાયકલ ભટકાડી દઇ પોતાને જમણા હાથે તથા જમણા પગે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા મરણ જવાનો બનાવ બનેલ છે




જાણવા મળ્યા મુજબ ફતેહપુર ભોમીયા તા,ખંઢેરા જી,સિકર (રાજસ્થાન) ખાતે રહેતા વિજય મધુરામ વર્મા (ઉ.વ.૨૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે એમના ભાઈ અજયકુમાર મધુરામ વર્મા (ઉ.વ.૩૦) વાંકાનેર જીનપરામાં રહી કડિયાકામ કરતા હતા, જે પોતાનું પલ્સર મોટર સાયકલ રજી. નં,RJ-23-BK-9038 વાળુ લઈને વાંકાનેરથી સેખરડી ગામે પોતાના કામ અર્થે જતા ચંદ્રપુર પાસે આવેલ દરગાહ પાસે પોતાનુ પલ્સર પુરઝડપે ચલાવતા સર્વિસ રોડ પર આવેલ જારી સાથે પોતાનુ મોટર સાયકલ ભટકાડી દઇ પોતાને જમણા હાથે તથા જમણા પગે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા મરણ જવાનો બનાવ બનેલ છે આ બનાવ તા: 14/6/2026ના એટલે કે 15 દિવસ પહેલા બનેલ હતો….
પોલીસ ખાતાએ ગુન્હો બી.એન,એસ. કલમ-૨૮૧, ૧૦૬(૧) તથા એમ, વી, એક્ટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ મરણ જનાર વિરુદ્ધ દાખલ કરેલ છે…
