અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો
રોંગ સાઈડમાં આવતા ડમ્પરે અકસ્માત સર્જ્યો
વાંકાનેર: ચોટીલા તાલુકાના ખેરડી ગામનો એક શખ્સ ખીજડીયા ગામેથી પોતાના ઘરે ખેરડી ગામ જતા હતા ત્યારે રાજકોટથી ચોટીલા રોડ ઉપર આવેલ ભલગામ પેટ્રોલ પંપની સામે ભલગામની સીમમાં સામેથી રોંગ સાઈડમાં આવતા એક ડમ્પરના ચાલકે મોટર સાઈકલના આગળના ભાગે ભટકાળતા માથામાં, શરીરે તથા ડાબા પગમાં ગંભીર ઇજાઓ થતા મરણ જતા આ ડમ્પર ચાલક ડમ્પર લઈ નાશી ગયાનો ગુન્હો નોંધાયો છે…




જાણવા મળ્યા મુજબ ચોટીલા તાલુકાના ખેરડી ગામના વિપુલભાઇ રમેશભાઇ ગોયલ જાતે-કોળી (ઉ.વ.૨૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે જગદીશભાઇ ગોવીંદભાઈ વાઢેર રહે-ભીમગઢ વાળાનું મોટર સાયકલ ખીજડીયા ગામે અમરશીભાઈ બાવળીયાને ત્યાં લેવા બંન્ને મોટર સાયકલ રજી, નં-GJ-13-BD-4452 વાળુ લઈ નીકળેલ
બાદ રમેશભાઇનુ ભલગામ પેટ્રોલપંપ પાસે અકસ્માત થયેલ હોય તેમને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયાની ફરિયાદીને જાણ થતા તેઓ ત્યાં પહોંચેલ જાણવા મળેલ કે ખીજડીયા ગામે ફરિયાદીના ફુવા અમરશીભાઈના ઘરેથી જમીને અલગ અલગ મોટર સાઇકલ લઈને ઘરે આવવા નીકળેલ અને રમેશભાઈનું રાજકોટથી ચોટીલા રોડ ઉપર આવેલ ભલગામ પેટ્રોલ પંપની સામે રોંગ સાઈડમાં આવતા ડમ્પર રજી નં-GJ-39-TB-6507 સાથે એક્સિડેન્ટ થયેલ અને ચાલક ડમ્પર લઈ નાશી ગયેલ અને રમેશભાઈને ૧૦૮ માં કુવાડવા અને પછી રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરેલ જ્યાં ગંભીર ઇજાઓ થવાથી ડોકટરે મરણ ગયેલનું જણાવેલ હતું..
પોલીસ ખાતાએ ડંપર ચાલક વિરુદ્ધ ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૦૬(૧), એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪, ૧૧૯ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

