કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

ઓનલાઈન વોટર આઈડી (ફોર્મ 6) માટે માતા-પિતાની SIR ડિટેલ્સ હવે ફરજિયાત

ચૂંટણી પંચે નવા મતદાતાઓના ના મતદાર યાદીમાં જોડવા માટે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ઓનલાઈન ચૂંટણી કાર્ડ માટે અરજી કરો છો તો તમારા માતા-પિતાના પાછલા મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR) ની જાણકારી આપવી પડશે. ચૂંટણી પંચે આ જાહેરાતને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સંપૂર્ણ પણે ફરજીયાત કરી દીધી છે.

હવે તેના વગર તમે ફોર્મ ભરી શકશો નહીં.
ચૂંટણી પંચે પ્રથમવાર ચૂંટણી કાર્ડ બનાવતા લોકો માટે ઉપયોગ થનાર ફોર્મ 6 (Form 6) માં એક નવું સેક્શન સામેલ કર્યું છે. અધિકારીઓ પ્રમાણે હવે જ્યારે કોઈ અરજીકર્તા આ નવા સેક્શનને ભરશે નહીં, ત્યાં સુધી તેનું ઓનલાઈન ફોર્મ આગળ વધશે નહીં. પરંતુ તે માટે હજુ સુધી સરકારી ગેઝેટમાં કોઈ ઐપચારિક ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ વહીવટી આદેશ હેઠળ તેને ઓનલાઈન સિસ્ટમમાં લાગૂ કરી દેવામાં આવ્યું છે. તેનો મતલબ છે કે હવે ડિજિટલ નામ જોડાવવા માટે આ જાણકારી આપવી જરૂરી છે.

શું છે આ નવો નિયમ અને ત્રણ વિકલ્પ
ચૂંટણી પંચે ECINET પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મ 6મા પાર્ટ J અને K વચ્ચે આ નવી કોલમ જોડી છે. તેમાં અરજીકર્તાને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે.

પ્રથમ વિકલ્પઃ શું અરજીકર્તાનું ખુદનું નામ પાછલા SIR વોટર લિસ્ટમાં હતું?
બીજો વિકલ્પઃ શું અરજીકર્તાના માતા-પિતા કે દાદા-દાદીના નામ પાછળા SIR લિસ્ટમાં સામેલ હતા?
ત્રીજો વિકલ્પઃ શું અરજીકર્તા કે તેના પરિવારમાંથી કોઈનું નામ જૂના લિસ્ટમાં નહોતું?

જો કોઈ યુઝર પહેલો કે બીજો વિકલ્પ પસંદ કરે છે તો તેણે પોતાના વિધાનસભા ક્ષેત્ર, પોલિંગ બૂથ નંબર અને જૂના લિસ્ટનો સીરિયલ નંબર આપવો પડશે. જો આ જાણકારી નથી તો તે ત્રીજો વિકલ્પ પસંદ કરી શકે છે, પરંતુ ત્રીજો વિકલ્પ પસંદ કરાયા બાદ શું થશે, તેની જાણકારી પોર્ટલ પર સ્પષ્ટ નથી.

કેમ આ નિર્ણય લેવામાં આવ્યો
નિયમ પ્રમાણે ફોર્મ 6મા અરજીકર્તા પોતાની સાથે રહેતા પરિવારના સભ્યોના નામ અને તેનું ચૂંટણી કાર્ડ નંબર આપવાના હતા. હવે આ નવા નિયમ દ્વારા તેને વિસ્તાર આપવામાં આવ્યો છે. હકીકતમાં ચૂંટણી પંચ દેશભરમાં એક મોટું અભિયાન ચલાવી રહ્યું છે, જેથી મતદાર યાદીને સ્વચ્છ બનાવી શકાય. આ અભિયાનનો ઉદ્દેશ્ય નકલી, મૃત અને શિફ્ટ થઈ ગયેલા તથા વિદેશી નાગરિકોના નામ મતદાર યાદીમાંથી હટાવવાનો છે. અનેક રાજ્યોમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો કેટલાક રાજ્યોમાં ચાલી રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!