કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શિક્ષિકાઓનું ચૂંટણી બાદ અન્યાય મુદ્દે આવેદન

મહિલા પોલિંગ સ્ટાફને રાત્રી રોકાણ બુથ ઉપર કરવાનું હોતું નથી

વાંકાનેર: તાલુકામાં શિક્ષિકા બહેનોને ચૂંટણીમાં નિયમ વિરુદ્ધ માનવતા દાખવ્યા વગર બહેનોને 50-50 કિલોમીટર દૂરના બુથ પર ફરજ સોંપવામાં આવેલ હતી પણ રાષ્ટ્રીય કામગીરી હોવાના કારણે કપરા વિસ્તારમાં પણ કામગીરી સંભળી હતી જેથી બહેનોમાં ખુબજ રોષની લાગણી હતી,

ચૂંટણીમાં શિક્ષિકા બહેનોને સામાન્ય રીતે એમની ફરજ હેઠળની શાળાના 8 (આઠ) કિ.મી.ની ત્રિજ્યામાં આવતા બુથમાં મુકવા, મહિલાઓને સલામતી અને સુરક્ષાના કારણોસર અંતરિયાળ વિસ્તારમાં ન મુકવા કારણ કે મહિલા પોલિંગ સ્ટાફને રાત્રી રોકાણ બુથ ઉપર કરવાનું હોતું નથી એટલે મતદાનના આગળના દિવસે અને મતદાન દિવસે વહેલી સવારે સમય સર બુથ પર પહોંચી શકે એ માટે એમને ફરજની નજીકના સ્થળે કામગીરી સોંપવાની ચૂંટણી પંચની સૂચના હોવા છતાં શિક્ષિકા બહેનોને 40 થી 50 કિલોમીટર દૂર ચૂંટણી બુથ ફાળવવામાં આવેલ, જે બહેનોને નાના બાળકો છે.

એવી બહેનોને દૂર દૂર બુથ ફાળવેલ છે, બધા બહેનોએ રજુઆત કરી છતાં બહેનોની એક પણ વાત માની નહિ, જેથી શિક્ષિકા બહેનો ખુબજ હેરાન પરેશાન થયેલ ,જેથી બહેનોમાં ખુબજ રોષ જોવા મળી રહ્યો હોય, ચૂંટણીની રાષ્ટ્રીય ફરજ બજાવ્યા બાદ બહેનોને થયેલ અન્યાય બદલ બહોળી સંખ્યામાં બહેનો વાંકાનેર ખાતે ઉપસ્થિત રહી ભવિષ્યમાં ક્યાંય પણ આવું ન બને એ માટે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી આવેદન આપેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!