ગુંદાખડાના રહીશ બે આરોપી
કોટડાનાયાણી પાસે કારમાંથી ૩.૧૦ લાખનો વિદેશી દારૂ એલસીબી ટીમે કબ્જે કર્યો
રાજાવડલાના શખ્સ પાસેથી છરી મળી આવી
વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં વાડીમાં આવેલા રહેણાંક મકાનમાંથી વાંકાનેર તાલુકા પોલીસને વિદેશી દારૂનો જથ્થો આવ્યો હતો બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી કોટડાનાયાણી રોડ પર એલસીબી ટીમે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂ-કાર મળીને રૂ ૮.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે ત્રીજા બનાવમાં રાજાવડલાના શખ્સ પાસેથી છરી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે….


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, ગુંદાખડા ગામની સીમમાં નાથાભાઇ હરજીભાઇ વાજા પોતાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને બેઠો હોય જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી મકાનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે ૧૪,૭૯૬ નંગ બોટલ (૫૩૧ પેટી) વિદેશી દારૂ જેની કિંમત રૂ. ૨૯,૪૭,૫૬૪ના મુદ્દામાલ સાથે સ્થળ પરથી આરોપી નાથાભાઈ હરજીભાઈ વાજા (રહે. ગુંદાખડા ગામની સીમ, તા. વાંકાનેર) અને અશ્વીનભાઇ નાથાભાઇ વાજા (રહે. ગુંદાખડા ગામની સીમ, તા. વાંકાનેર)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અન્ય આરોપી ટકો (રહે. રાજસ્થાન) અને જિતેશભાઇ ભિમાભાઇ રંગપરા (રહે. થાન, જી. સુરેન્દ્રનગર) ની સંડોવણી ખુલતા પોલીસે આ બંનેને ફરાર દર્શાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
કોટડાનાયાણી પાસે કારમાંથી ૩.૧૦ લાખનો વિદેશી દારૂ એલસીબી ટીમે કબ્જે કર્યો: બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી કોટડાનાયાણી રોડ પર એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ક્રેટા કારમાંથી ૩.૧૦ લાખની કિમતની ૮૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂ-કાર મળીને રૂ ૮.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે કાર ચાલક નાસી ગયો હતો જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા કાર જીજે ૦૧ આરવાય ૯૯૮૧ વાળીમાં દારૂનો જથ્થો ભરી વાંકાનેરથી નીકળી વાલાસણ તરફ જવાનો છે જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને કાર નીકળતા રોકવા ઈશારો કર્યો હતો પરંતુ ગાડી ઉભી નહિ રાખી ભગાડી હતી જેથી કોટડાનાયાણી ગામ જવાના રસ્તે ભગાવી હતી અને ફિલ્મી ઢબે પોલીસે પીછો કરતા નદીના પટ્ટમાં કાર રેઢી મૂકી આરોપી કાર ચાલક અંધકારનો લાભ લઈને નાસી ગયો હતો
એલસીબી ટીમે રેઢી પડેલી કારમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલ નંગ ૮૩૬ કીમત રૂ ૩,૧૦,૪૨૦ નો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૮,૧૦,૪૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને ફરાર કાર ચાલક, દારૂ મંગાવનાર અને મોકલનાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
રાજાવડલાના શખ્સ પાસેથી છરી મળી આવી : ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના જુના રાજાવડલામાં રહેતો શૈલેષભાઈ પ્રેમજીભાઇ સોલંકી કોળી (ઉ.40) વાળા પાસેથી પોતાના કબ્જામાં છરી લંબાઈ 12 ઇંચ લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લાા મેજી,સા, મોરબી જિલ્લાી મોરબીના હથિયારબંધી જાહેરનામાનો હ થિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધાયો છે…
